ભારત એક શાનદાર દેશ છે, અહીં આવીને ખૂબ સારુ લાગ્યું : મેલેનિયા
નવીદિલ્હી, અમેરિકાની ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ મંગળવારે દિલ્હીની સરકારી સ્કૂલ સર્વોદય સહશિક્ષા વરિષ્ઠ માધ્યમિક વિદ્યાલયની મુલાકાત લેવા પહોંચ્યા હતાં. અહીં તેમનું સ્કૂલ પ્રશાસન દ્વારા મેલેનિયાને તિલક કરી-આરતી ઉતારી સ્વાગત કરવામાં આવ્યુ હતું. એક બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ હૈદરાબાદ હાઉસમાં દ્વીપક્ષીય બેઠક કરી રહ્યા હતાં ત્યારે બીજી બાજુ મેલેનિયા સર્વોદય કો-એડ સીનિયર સેકન્ડરી સ્કૂલની મુલાકાતે પહોંચ્યા હતાં.
સ્કૂલ મુલાકાત દરમિયાન મેલેનિયાએ બાળકો અને ત્યાંના ટીચિંગ સ્ટાફ સાથે વાતચીત કરી હતી. ગુલાબી ચણીયાચોળીમાં સ્વાગત કરવા ઉભેલી બાળકી સાથે મેલેનિયાએ ઘણી વાર સુધી વાતચીત કરી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પહેલેથી આ સ્કૂલનું નામ જાહેર કરવામાં નહતું આવ્યું.મેલેનિયાએ બાળકોની સાથે વાતચીત કરી હતી અને કલાસ રૂમમાં ગેમ્સ રમી હતી. આ દરમિયાન મેલેનિયા ખુબ ખુશ નજરે પડી રહ્યાં હતં. બાળકોને મળ્યા બાદ મેલેનિયા ટ્રમ્પે કહ્યું કે સાંસ્કૃતિક નૃત્યની સાથે આ શાનદાર સ્વાગત માટે આભાર ભારત એક શાનદાર દેશ છે અહીં આવીને ખુબ સારૂ લાગ્યું હેપીનેસ શબ્દ પ્રેરણા આપે છે પુરી દુનિયામાં આવા કાર્યક્રમ થવા જાઇએ અમેરિકામાં આ રીતના કામ કરી રહ્યાં છે આ ખુબ સારી સ્કુલ છે. આ ભારતમાં મારો પહેલો પ્રવાસ છે અહીં લોકો અતિથિઓનો ખુબ આદર સત્કાર કરે છે. સ્કુલના બાળકોએ મેલેનિયાને મધુબનીની પેન્ટીંગ ભેટ આપી હતી.મેલેનિયા લગભગ એક કલાક સુધી સ્કુલમાં રહ્યાં હતાં અને હેપ્પીનેસ કલાસની બાબતમાં વિસ્તૃત માહિતી મળવી હતી.
કેજરીવાલે મેલેનિયાની સ્કૂલ મુલાકાત વિશે ટિ્વટ કરીને ખુશી જાહેર કરી છે. તેમણે ટિ્વટ કર્યું છે કે, આજે દિલ્હીના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને દિલ્હીના લોકો માટે ખુશીનો દિવસ છે. સદીઓથી ભારતે દુનિયાને આધ્યાÂત્મકતા બતાવી છે મેલેનિયા અમારી સ્કૂલથી હેપીનેસનો સંદેશ લઈને જશે. મેલેનિયાની યાત્રાને લઇ સુરક્ષા કડક બનાવવામાં આવી હતી. સુરક્ષા કર્મચારીઓ સ્કુલ પરિસરની આસપાસ બેરિકેટ લગાવી સુરક્ષા કરી રહ્યાં હતાં. સ્કુલની આસપાસ પણ ખુબ સુરક્ષા ગોઠવવામાં આવી હતી.