ભારત કોઇ પણ દુસ્સાહસનો જવાબ આપવા તૈયાર: રાજનાથ

બેંગ્લુરૂ, દુનિયાભરમાં જાણીતા એયરોસ્પેસ અને રક્ષા પ્રદર્શની એયરો ઇન્ડિયા ૨૦૨૧ની શરૂઆ થઇ છે.અહીં વાયુસેનાના હવાઇ મથક પર આ એયરશોની આજે શરૂઆત થઇ જે ત્રણ દિવસ સુઘી ચાલશે આ દુનિયાનો પહેલો હાઇબ્રિડ (મિશ્રિત) એયરોસ્પેસ શો હશે તેમાં ભારતીય લકાડુ વિમાન એલસીએ તેજસ અને અમેરિકી સુપરસોનિક બમવર્ષક સહિત દિગ્ગજ જંગી વિમાન પોતાની શક્તિ પ્રત્યક્ષ અને વર્ચુઅલ માધ્યમથી બતાવશે.
આ શોની શરૂઆત રક્ષા મંત્રી રાજનાથસિંહે કરાવી હતી.આ પ્રસંગે કર્ણાટકના મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પા હાજર રહ્યાં હતાં. પ્રસંગે રાજનાથસિંહે કહ્યું કે ભારતને અનેક મોરચાથી આવનારા ખતરા અને પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે તેમણે પાકિસ્તાનનું નામ લીધા વિના ઇશારામાં કહ્યું કે ભારત રાજય સમર્થિત આતંકવાદનો શિકાર થઇ રહી છે અને હવે આ વૈશ્વિક ખતરો બની રહ્યો છે.
આપણે લાંબા સમયથી આપણી સીમાઓ પર યથાસ્થિતિ બદલવા માટે બહારથી બળ લગાવવાના દુર્ભાગ્યપૂર્ણ પ્રયાસોને જાેયા છે ભારત દરેક કીમત પર પોતાના લોકો અને ક્ષશ્રેત્રીય અખંડતાની રક્ષા કરવા માટે કોઇ પણ દુસ્સાહસનો મુકાબલો કરવા અને તેને હરાવવા માટે સતર્ક અને તૈયાર છે.
તેમણે કહ્યું કે મને વિશ્વાસ છે કે ત્રણ દિવસનો આ કાર્યક્રમ આપણી સંયુકત દ્ષ્ટિ નવા સંબંધોને બનાવશે અને વર્તમાન સંબંધો અને સંધોને આગામી સ્તર સુધી લઇ જશે રક્ષા મંત્રીએ કહ્યું કે મારૂ માનવુ છે કે એરો ઇન્ડિયા ૨૦૨૧ રોકાણને પ્રોત્સાહન આપશે વિનિર્માણ પરિસ્થિતિની તંત્રનો વિસ્તાર કરશે ઉદ્યોગને સમર્થન કરશે પ્રૌદ્યોગિકીના સ્તરની પ્રશંસા અને વૃધ્ધિ કરશે અને દેશ માટે આર્થિક વિકાસને પ્રોત્સાહન આપશે.
તેમણે કહ્યું કે મને ખુબ ખુશી છે કે એચએએલને ૮૩ નવા સ્વદેશી લાઇટ કોમ્બેટ એયરક્રાફટના વિકાસનો ઓર્ડર મળ્યો છે. પોતાના ભાષણમાં તેમણે કહ્યું કે વૈશ્વિક મહામારીના કારણે ઉભી થયેલ સમસ્યા છતાં આ વર્ષના આયોજનમાં આટલી મોટી સંખ્યામાં પ્રતિભાગિયોને જાેતા મને આનંદ થયો છે. એયરો ઇન્ડિયા ૨૧ ભારતની વિશાળ ક્ષમતા અને આપણા દેશમાં ડિફેંસ અને એયરોસ્પેસના વિસ્તારમાં વિવિધ અવસરોને પ્રદર્શિત કરશે.HS