Western Times News

Gujarati News

ભારત કોરોનામાં એક લાખ મોતોની નજીક પહોંચ્યું, છેલ્લા ચોવીસ કલાકમાં ૮૧૪૮૪ નવા કેસ

નવીદિલ્હી, ભારતમાં કોરોના વાયરસ સંક્રમણના ૮૧૪૮૪ નવા મામલા સામે આવ્યા બાદ દેશમાં વાયરસ સંક્રમણના કુલ મામલાની સંખ્યા ૬૩ લાખથી ઉપર પહોંચી ગઇ છે. જયારે દેશમાં અત્યાર સુધી ૫૩ લાખથી વધુ લોકો સંક્રમણમુકત થઇ ચુકયા છે વાયરસના કારણે અત્યાર સુધી એક લાખની નજીક દર્દીઓના મોત થયા છે જયારે દેશમાં પહેલા મામલા ૩૦ જાન્યુઆરીએ સામે આવ્યા હતાં.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી આંકડા અનુસાર ગત ૨૪ કલાકમાં સંક્રમણના ૮૧,૪૮૪ નવા મામલા સામે આવ્યા બાદ સંક્રમણના મામલા વધી ૬૩,૯૪,૦૬૯ થઇ ગયા છે જયારે ૧,૦૯૫ લોકોના મોત નિપજતા મૃતકોની સંખ્યા ૯૯,૭૭૩ થઇ ગઇ છે.આંકડા અનુસાર ૫૩,૫૨,૦૭૮ દર્દી ઠીક થયા છે અથવા તો તેમને હોસ્પિટલમાંથી રજા મળી છે દેશમાં વર્તમાનમાં કોવિડ ૧૯ના ૯,૪૨,૨૧૭ સક્રિય મામલા છે.

ભારતમાં પહેલા કોરોના સંક્રમિત દર્દી ૩૦ જાન્યુઆરીએ સામે આવ્યો હતો વિશ્વસ્તર પર ભારતમાં કોરોનાથી મૃત્યુ દર ખુબ નિયંત્રિત સ્થિતિમાં રહ્યો વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર દુનિયામાં અત્યાર સુધી લગભગ ૧૦ લાખથી વધુ લોકોના વાયરસથી મોત થયા છે જે ત્રણ દેશોમાં સૌથી વધુ મોત થયા છે તેમાં ભારત પણ સામેલ છે છેલ્લા એક મહીનાની સ્થિતિ પર ધ્યાન આપવામાં આવે તો ભારતમાં દરરોજ જેટલા લોકોના મોત થઇ રહ્યાં છે એટલા કોઇ દેશમાં થઇ રહ્યાં નથી જાે સ્થિતિમાં સુધાર નહીં આવે તો દુનિયામાં કોરોનાથી સૌથી વધુ મોત ભારતમાં થઇ શકે છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે દેશની આરોગ્ય પ્રણાલી પર વર્તમાન કોવિડ ૧૯ મહામારીના કારણે પડી રહેલ ભારે દબાણ છતાં પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે કે મહિલાઓ બાળકો અને કિશોરોને આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે,તેમણે કહ્યું કે સૌથી વધુ પ્રભાવ મહિલા બાળકો અને કિશોરોને પડયો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.