ભારત ખુદ ૬જી ટેકનિક લૉન્ચ કરવાની તૈયારીમાં

નવીદિલ્લી, ભારત ૬જી ટેકનિકને વિકસિત કરવાની દિશામાં કામ કરી રહ્યુ છે અને વર્ષ ૨૦૨૩ના અંત કે પછી ૨૦૨૪ની શરૂઆતમાં ૬જી ટેકનિકને લૉન્ચ કરી શકે છે. કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે એક કાર્યક્રમ દરમિયાન બોલતા કહ્યુ કે ૬જી ટેકનિકને વિકસિત કરવાનુ કામ પહેલા જ શરૂ થઈ ચૂક્યુ છે.
તેને ૨૦૨૩ કે ૨૦૨૪માં જાેઈ શકાય છે. અમે આ દિશામાં કામ કરી રહ્યા છે. અમે આને ભારતમાં જ તૈયાર કરીશુ અને તેના ઉપકરણોને પણ ભારતમાં જ તૈયરા કરશે. ત્યારબાદ તેને ભારતમાં શરૂ કર્યા બાદ દુનિયાભરમાં તેનુ વિતરણ કરશે.
ભારત માત્ર ૬જી ટેકનિક પર જ કામ કરી રહ્યુ છે એવુ નથી પરંતુ ખુદ સ્વદેશી ૫જી લૉન્ચ કરવાની પણ તૈયારી કરી રહ્યુ છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે આ ટેકનિક માટે સૉફ્ટવેરને આવતા વર્ષ સુધીમાં તૈયાર કરી લેવામાં આવશે. ૫જી સ્પેક્ટ્રમની હરાજીની પ્રક્રિયા પણ આવતા વર્ષના બીજા ત્રિમાસિકમાં શરૂ કરવામાં આવી શકે છે.
આના માટે ટ્રાઈનો સંપર્ક કરવામાં આવ્યો છે અને એ બાબતના નિર્દેશ આપવામાં આવ્યા છે. ટ્રાઈએ પહેલા જ આના માટે સૂચનો લેવાનુ શરૂ કરી દીધુ છે કે જે આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચ સુધી પૂરુ થઈ જશે. ત્યારબાદ ૨૦૨૨ના બીજા ત્રિમાસિકમાં હરાજીની પ્રક્રિયાને શરૂ કરવામાં આવી શકે છે.HS