ભારત ઘરઆંગણે ૪ ટેસ્ટ, ૩ વન-ડે, ૧૨ ટી૨૦ રમશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/India-1024x576.jpg)
નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ ટીમ ઈન્ડિયાની ૨૦૨૦-૨૧ સીઝનમાં રમાનારી આંતરરાષ્ટ્રીય હોમ સિરીઝનું સમયપત્રક જાહેર કર્યું છે. ટીમ ઇન્ડિયા આ સમયગાળા દરમિયાન વેસ્ટ ઇન્ડીઝ, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકાની યજમાની કરશે. ભારતીય ટીમે ઉપરોક્ત ટીમો સાથે ૪ ટેસ્ટ, ૩ વનડે અને ૧૨ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમવાની છે.
સોમવારે બીસીસીઆઈ એપેક્સ કાઉન્સિલની બેઠકમાં આ જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય ટીમની હોમ સિઝન ૧૭ નવેમ્બરથી જયપુરમાં ન્યૂઝીલેન્ડ સામેની ટી -૨૦ મેચથી શરૂ થશે. બીજી ટી ૨૦ રાંચીમાં રમાશે જ્યારે ત્રીજી અને છેલ્લી ટી ૨૦ કોલકાતામાં ૨૧ નવેમ્બરે રમાશે.
ટી ૨૦ વર્લ્ડ કપ ૧૭ ઓક્ટોબરથી ૧૪ નવેમ્બર સુધી યોજાશે. બંને ટીમો વચ્ચે ૨ ટેસ્ટ મેચની શ્રેણી પણ રમાશે. શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ કાનપુરમાં ૨૫ થી ૨૯ નવેમ્બર દરમિયાન રમાશે, જ્યારે બીજી ટેસ્ટ ૩ થી ૭ ડિસેમ્બર દરમિયાન મુંબઈમાં રમાશે.
આ પછી, ટીમ ઇન્ડિયા પ્રવાસી વેસ્ટ ઇન્ડીઝ સામે ઘરઆંગણે ૩ વનડે અને ૩ ટી ૨૦ મેચની શ્રેણી રમશે. વનડે શ્રેણીની પ્રથમ મેચ ૬ ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ અમદાવાદમાં રમાશે. શ્રેણીની ત્રીજી અને અંતિમ વનડે ૧૨ ફેબ્રુઆરીએ કોલકાતામાં રમાશે.
આ પછી ૩ ટી ૨૦ મેચની શ્રેણી રમાશે. શ્રેણીની પ્રથમ ટી ૨૦ ૧૫ ફેબ્રુઆરીએ કટકમાં રમાશે જ્યારે બીજી અને ત્રીજી ટી ૨૦ અનુક્રમે વિઝાગ અને ત્રિવેન્દ્રમમાં ૧૮ અને ૨૦ ફેબ્રુઆરીના રોજ રમાશે.
ટીમ ઇન્ડિયા શ્રીલંકા સામે ૨ ટેસ્ટ મેચ રમશે. પહેલી ટેસ્ટ ૨૫ ફેબ્રુઆરીથી શરૂ થશે. બીજી ટેસ્ટ ૫ માર્ચથી મોહાલીમાં રમાશે. આ પછી, ટી ૨૦ મેચ રમાશે, જે ૧૩ માર્ચથી શરૂ થશે. ત્રીજી અને છેલ્લી ટી ૨૦ ૧૮ માર્ચે લખનઉમાં યોજાશે. ભારત દક્ષિણ આફ્રિકા સામે ૫ મેચની ટી ૨૦ શ્રેણી રમશે. ૯ જૂનથી શરૂ થનારી આ શ્રેણી ૧૯ જૂન સુધી રમાશે.SSS