ભારત ચીનની વચ્ચે આઠમા દૌરની કોર કમાંડર સ્તરની વાર્તા છ નવેમ્બરે
નવીદિલ્હી, પૂર્વી લદ્દાખમાં સૈનિકોની પીછે હટની પ્રક્રિયાને લઇ ભારત ચીન વચ્ચે કોર કમાંડર સ્તરની આઠમા દૌરની વાર્તા આ અઠવાડીયે શુક્રવારે થઇ શકે છે. સત્તાવાર અધિકારીએએ આ બાબતમાં આપી હતી આ પહેલા સાત દૌરની સૈન્ય વાર્તા ૧૨ ઓકટોબરે થઇ હતી જેમાં પૂર્વી લદ્દાખમાં ટકરાવના બિદુઓથી સૈનિકોને પીછેહટને લઇ પરિણામ આવ્યા ન હતાં.
એક સુત્રે જણાવ્યું હતું કે આઠમા દૌરની સૈન્ય વાર્તા શુક્રવારે થઇ શકે છે બંન્ને પક્ષો વચ્ચે આ વર્ષ મેમાં ગતિરોધની સ્થિતિ બનેલ હતાં. ખુબ ઉચાઇ વાળા વિસ્તારમાં ઠંડી દરમિયાન તાપમાન શૂન્યથી ૨૫ ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે ચાલ્યું જાય છે. આઠમા દૌરની સૈન્ય વાર્તામાં ભારતીય પ્રતિનિધિમંડળની નેતૃત્વ લેફિટનેંટ જનરલ પી જી કે મનન કરશે જે હાલમાં લેહની ૧૪મી કોરના કમાંડર નિયુક્ત કરવામાં આવ્યા છે.
ગત દૌરની વાતચીત બાદ બંન્ને દેશોની નેતાઓ તરફથી જારી કરવામાં આવેલ સંયુકત પ્રેસ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે બંન્ને પક્ષ સૈન્ય અને રાજદ્વારી માધ્યમોથી સંવાદ કાયમ રાખવા પર સહમત થયા છે કારણ કે ગતિરોધને ખતમ કરવા માટે તાકિદે કોઇ સંયુકત સ્વીકાર્ય સમાધાન નિકાળી શકાય.
સૈન્ય વાર્તાના છઠ્ઠા તબક્કાની વાતચીત બાદ બંન્ને પક્ષોએ કેટલાક નિર્ણયનો જાહેરાત કરી હતી તે હેઠળ અગ્રિમ મોરચા પર અને સૈનિકોને નહીં મોકવા એકતરફી રીતે જમીની સ્થિતિ બદલવાથી દુર રહેવા અને સ્થિતિને જટિલ બનાવનારી કોઇ પણ કાર્યવાહીથી દુર રહેવાની વાત કહેવામાં આવી હતી.HS