ભારત ચીની સૈનિકોને ધૂળ ચટાડવાની તૈયારીઓમાં લાગ્યું
નવીદિલ્હી, વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત મોટું પગલું ભરવા જઈ રહ્યું છે અને ઘૂસણખોરીની ભાળ મેળવવા માટે નિગરાણી સિસ્ટમને મજબૂત કરવાની યોજના છે. સરહદે ડ્રોન, સેન્સર, ટોહી અને ઈલેક્ટ્રોનિક યુદ્ધ ઉપકરણ દ્વારા ચીનની પીપલ્સ લિબરેશન આર્મીની હરકતો પર ચોવીસ કલાક નજર રાખી શકાશે.
લદાખમાં ગત વર્ષ મે મહિનામાં ચીન સાથે ઘર્ષણ શરૂ થયું હતું અને અત્યાર સુધીમાં અનેકવાર બંને દેશોના સૈનિકો વચ્ચે ભીડંત થઈ ચૂકી છે. આ બધા વચ્ચે ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા પર ઝડપથી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં લાગ્યું છે. જેને જાેતા હવે ભારતે પણ સરહદે નિગરાણી સિસ્ટમ અને ગુપ્તચર તંત્રને ઉચ્ચ કોટિનું બનાવવાનો ર્નિણય લીધો છે.
ટીઓઆઈના અહેવાલ મુજબ રક્ષા મંત્રાલયના એક સૂત્રના જણાવ્યાં મુજબ વાસ્તવિક નિયંત્રણ રેખા પર પાકિસ્તાન સાથે ૭૭૮ કિલોમીટર લાંબી નિયંત્રણ રેખાની જેમ સતત સૈનિક તૈનાત કરી શકાય તેમ નથી. આથી એલએસી પર ગેપ ફ્રી કવરજે અને વાસ્તવિક સમયની જાણકારી માટે હાલના નિગરાણી તંત્રને તત્કાળ અપગ્રેડ કરવાની જરૂર છે.
રક્ષા મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે ઊંચાઈવાળા વિસ્તારો પર નજર રાખવા માટે મીની ડ્રોન અને અલ્ટ્રા લોન્ગ રેન્જ સર્વિલાન્સ કેમેરાથી લઈને દૂરથી સંચાલિત થનારા એરક્રાફ્ટ સિસ્ટમથી નિગરાણી ક્ષમતા વધારવાની યોજના છે. આ સાથે જ સેના માટે ઈઝરાયેલ પાસેથી ત્રણથી ચાર ઉપગ્રહ સંચાર-સક્ષમ હેરોન યુએવી ( માનવરહિત હવાઈ વાહન) ને લીઝ પર લેવાની પણ વાત ચાલી રહી છે. આ ઉપરાંત વાયુસેના માટે હેરોપ કમિકેજ એટેક ડ્રોન પણ ખરીદવાના છે.
સૂત્રોના જણાવ્યાં મુજબ ડ્ઢઇર્ડ્ઢં એ બોર્ડર ઓબ્ઝર્વેશન એન્ડ સર્વિલાન્સ સિસ્ટમને લગભગ તૈયાર કરી લીધી છે. જેમાં અનેક સેન્સર સિસ્ટમ લાગેલી છે. આ ઉપરાંત ભારતીય સેનાએ ગત મહિને એક ભારતીય કંપની સાથે ૧૪૦ કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો, જે હેઠળ એડવાન્સ વર્ઝનના સ્વિચ ડ્રોન ખરીદવામાં આવશે.
અત્રે જણાવવાનું કે ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા પર વિવાદ ગત વર્ષ મે મહિનામાં શરૂ થયો હતો. જ્યારે ચીને લદાખના અક્સાઈ ચીનની ગલવાન ઘાટીમાં ભારત તરફથી રોડ નિર્માણને લઈને આપત્તિ જતાવી હતી. ૫ મેના રોજ ભારતીય સેના અને ચીની સૈનિકો વચ્ચે હિંસક ઝડપ થયા બાદ સૈન્ય ગતિરોધ પેદા થયો હતો. ત્યારબાદ ચીની સૈનિક ૯ મેના રોજ સિક્કિમના નાથુ લામાં પણ ભારતીય સૈનિકો સાથે ભીડી ગયા હતા. જેમાં અનેક સૈનિકો ઘાયલ થયા હતા. ત્યારબાદ ૧૫ જૂનના રોજ લદાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું.
જેમાં ૨૦ ભારતીય સૈનિકો શહીદ થયા હતા. ત્યારબાદ ભારત અને ચીન વચ્ચે અનેક સ્તરે વાતચીત થઈ ચૂકી છે. પરંતુ ગતિરોધનો કોઈ ઉકેલ આવ્યો નથી. ૨૦ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ સિક્કિમના નાથુ લામાં ઘૂસણખોરીની કોશિશ થઈ હતી. ત્યારબાદ જ્યારે ભારતીય સેનાના જવાનોએ ચીની સૈનિકોને રોકવાની કોશિશ કરી તો બંને પક્ષો વચ્ચે ઝડપ થઈ અને બંને દેશોના અનેક સૈનિકો ઘાયલ થયા હતા.HS