ભારત, ચીન અને પાકિસ્તાન સંયુકત સૈન્ય અભ્યાસ કરી શકે છે
નવીદિલ્હી, ભારત અને ચીની સૈનિકોો વચ્ચે છેલ્લા ત્રણ મહિનાથી વધારે સમયથી લદ્દાખમાં એક બીજાની સામે ડટયા છે પરંતુ શકય છે કે સપ્ટેમ્બરમાં બંન્ને દેશોના સૈનિકો એક બીજાની સાથે સંયુકત સૈન્ય અભ્યાસ કરતા નજરે પડશે. ૧૬ સપ્ટેમ્બરથી ૨૬ સપ્ટેમ્બર સુધી રશિયાના અસ્ત્રાખાનમાં ભારત ચીન અને પાકિસ્તાનના સૈનિકો બીજા દેશના સૈનિકો સાથે સંયુકત સૈન્યટ અભ્યાસમાં ભાગ લેશે કવકાજ ૨૦૨૦ નામના સૈન્ય અભ્યાસમાં રશિયાએ શાંધાઇ કો ઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ)ના તમામ આઠ દેશો ઉપરાંત અનેક બીજા દેશોને પણ આમંત્રિત કર્યા છે.
આ મિલિટ્રી એકસસાઇઝમાં કુલ ૧૮ દેશો ભાગ લેશે આ મિલિટ્રી એકસસાઇઝમાં રશિયા ઉપરાંત ઇરાન ઇજિપ્ટ તુર્ક અને સીરિયા ઉપરાંત મધ્ય પૂર્વના અનેક બીજા દેશ પણ ભાગ લેશે ભારત આ મિલિટ્રી એકસસાઇઝમાં ત્રણ સેનાઓના કુલ ૧૭૮ સૈનિક મોકલશે. જેમાં ભૂસૈન્યના ૧૪૦ અને એરફોર્સ તથા નેવીના ૩૮ સૈનિકો હશે આમાં સહયોગી દેશો સાથે મળીને દુશ્મન સાથે યુધ્ધનો અભ્યાસ કરશે ભારત અને ચીન વચ્ચે વર્ષ ૨૦૦૭માં સંયુકત સૈન્ય અભ્યાસ હેન્ડ ઇન હેન્ડ દર વર્ષે આયોજિત કરવામાં આવે છે હેન્ડ ઇન હેન્ડ એક વર્ષ ભારતમાં બીજા વર્ષે ચીનમાં આયોજીત કરવામાં આવે છે ભારત અને પાકિસ્તાન આર્મીએ પહેલીવાર ૨૦૧૮માં રશિયામાં જાેઇન્ટ મિલિટ્રી એકસસાઇઝમાં ભાગ લીધો હતો જેનું આયોજન એસસીઓએ કર્યું હતું.HS