ભારત, ચીન અને રશિયામાં હવાની ગુણવતા ખુબ ખરાબ: ટ્રંપ

વોશિંગ્ટન, અમેરિકી રાષ્ટ્રપતિ ચુંટણી પહેલા આખરી પ્રેસિંડેંશિયલ ડિબેટમાં ડોનાલ્ડ ટ્રંપે ભારત અને રશિયા પર પોતાની ભડાસ કાઢી હતી ટ્રંપે દાવો કર્યો કે ભારત ચીન અને રશિયામાં હવાની ગુણવત્તા ખુબ ખરાબ છે આ દેશ પોતાની હવાનું ધ્યાન રાખતા નથી જયારે અમેરિકા હંમેશા એયર કવાલિટીનું ધ્યાન રાખે છે. ટ્રંપે પેરિસ જળવાયુ સમજૂતિથી અમેરિકાને હટાવવાની વાત દોહરાવતા કહ્યું કે આથી તેને બિન પ્રતિસ્પર્ધી રાષ્ટ્ર બનાવી દીધુ હતું.
તેમણે ચુંટણીઓમાં પોતાના હરીફ અને ડેમોક્રેટિક ઉમેદવાર જો બિડેનની સાથે એક ચર્ચા દરમિયાન કહ્યું કે ચીનને જાેવો,ત્યાં કેટલી ગંદી હવા છે રશિયાને જાેવો ત્યાં કેટલી ગંદી હવા છે ભારતને જાેવા ત્યાં કેટલી ગંદી હવા છે. હું પેરિસ સમૂજતિથી બહાર એટલા માટે ચાલ્યો ગયો કારણ કે આપણે ખરબો ડોલર કાઢવાના હતાં આપણી સાથે ખુબ ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો હતો.ટંપે દાવો કર્યો હતો કે અમેરિકામાં સૌથી ઓછા કાર્બનનું ઉત્સર્જન છે.
ટ્રંપે કહ્યું કે પેરિસ સમજૂતિના કારણે જ હું લાખો નોકરીઓ અને હજારો કંપનીઓનું બલિદાન આપીશ નહીં. ખુબ અયોગ્ય છે તેમણે આ વાતો ટેલીવિઝન પર બતાવવામાં આવેલ ડિબેટમાં કહી આ પહેલા બંન્ને નેતાઓએ કોરોના સંક્રમણના કારણે એક બીજાથી હાથ મિલાવ્યા નહીં. સામાન્ય રીતે પ્રેસિંડેશિયલ ડિબેટ શરૂ થતા પહેલા બંન્ને ઉમેદવાર ગર્મજાેશીથી હાથ મિલાવતા રહ્યાં છે. ડિબેટમાં ટ્રંપ અને બિડેનની વચ્ચે ઉત્તર કોરિયાને લઇ ઉગ્ર ચર્ચા જાેવા મળી હતી. ટ્રંપે કહ્યું કે આપણે ઉત્તર કોરિયાની સાથે યુધ્ધત જેવી સ્થિતિમાં નથી આપણા તેમની સાથે સારા સંબંધ છે તેના પર બિડેને કહ્યું કે હિટલરના યુરોપ પર હુમલા કરતા પહેલા પણ આપણી સાથે સારા સંબંધ હતાં.
એ યાદ રહે કે ગત વર્ષ અમેરિકાએ ઔપચારિક રીતે પેરિસ જળવાયુ સમજૂતિથી પોતાના હાથ પાછા ખેંચી લીધા હતાં અને સંયુકત રાષ્ટ્રને તેની માહિતી આપી હતી.જળવાયુ પરિવર્તનની દિશામાં પેરિસ સમજૂતિ એક વૈશ્વિક સમજૂતિ હતી જેને લાગુ કરવામાં ટ્રંપના પૂર્વવર્તી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી પેરિસ જળવાયુ સમજૂતિને હેતુ વૈશ્વિક તાપમાનને સારા પ્રયાસોથી બે ડીગ્રી સેલ્સિયસ સુધી ઓછું કરવાનો હતો.HS