Western Times News

Gujarati News

ભારત છોડો આંદોલનમાં શામેલ આઝાદીના લડવૈયાઓને વડાપ્રધાન શ્રદ્ધાંજલિ આપી

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત છોડો આંદોલનમાં ભાગ લેનારા આઝાદીના લડવૈયાઓને શ્રદ્ધાંજલિ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિ્‌વટર પર લખ્યું કે, ભારત છોડો આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનારા અને અંગ્રેજાે સામેની લડાઈને મજબૂત બનાવનારા તમામ મહાન વ્યક્તિઓને મારી શ્રદ્ધાંજલિ. મહાત્મા ગાંધીની પ્રેરણાથી ભારત છોડો આંદોલનની ભાવના સમગ્ર દેશમાં ફરી વળી હતી. તેમને દેશના યુવાનોમાં ઉત્સાહ ભર્યો હતો. ભારત છોડો આંદોલનની શરૂઆત ૮ ઓગસ્ટ, ૧૯૪૨ના રોજ મહાત્મા ગાંધીના નેતૃત્વમાં થઈ હતી.

આ ચળવળ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન શરૂ કરવામાં આવી હતી. સંબંધિત સમયે ભારત બ્રિટિશ શાસનથી આઝાદીની માંગ કરી રહ્યું હતું.ક્રિપ્સ મિશન બ્રિટિશ શાસન માટે ભારતીયોનું સમર્થન મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું. ત્યારે ગાંધીજીએ કરો યા મરોનું સૂત્ર આપીને ભારત છોડો આંદોલનની શરૂઆત કરી હતી.૮ ઓગસ્ટ ૧૯૪૨ના રોજ ગાંધીજીએ ગોનાલિયા ટૈંક મેદાનમાં ભાષણ આપતી વખતે ભારત છોડો આંદોલનની શરૂઆત કરી હતી. તે સમયે વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું, પરંતુ તેમ હોવા છતાં બ્રિટિશ સરકારે ભારતીય આઝાદીના લડવૈયાઓ સામે કાર્યવાહી કરી અને કોંગ્રેસના લગભગ તમામ મોટા નેતાઓ જેલમાં બંધ કરવામાં આવ્યા હતા. ગાંધીજીને પણ તેમના ભાષણના થોડા કલાકો બાદ જેલમાં મોકલવામાં આવ્યા હતા. તેમના માટે ટ્રાયલ પણ કરવામાં આવી ન હતી.

ભારત છોડો આંદોલન દરમિયાન મોટા ભાગના મોટા નેતાઓ જેલમાં બંધ હતા અને તેમનો દેશની મોટી વસ્તી સાથે તેમનો સીધો સંપર્ક ન હતો. હિન્દુ મહાસભા, મુસ્લિમ લીગ. આઇએએસ, ભારતીય શાહી પોલીસ, બ્રિટિશ ભારતીય સેનાએ આ આંદોલનમાં અંગ્રેજાેને સમર્થન આપ્યું હતું. આ આંદોલન દરમિયાન ઘણા ભારતીય ઉદ્યોગપતિઓએ પણ અંગ્રેજાેને સમર્થન આપ્યું હતું. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ફ્રેન્કલિન ડી રૂઝવેલ્ટે પણ બ્રિટિશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ પર ભારતીયોની કેટલીક માંગણીઓ પૂરી કરવા દબાણ કર્યું હતું, પરંતુ બ્રિટિશરોએ ભારતીયોને તાત્કાલિક સ્વતંત્રતા આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આ સાથે જણાવ્યું હતું કે, બ્રિટિશ સરકાર ભારતને વિશ્વ યુદ્ધના અંત પછી જ આઝાદી આપશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.