ભારત દુનિયાની ૫મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યુ
નવીદિલ્હી, મોદી સરકાર માટે અનેક પ્રકારના નેગેટિવ સમાચારો વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયુ છે. ૨.૯૪ ટ્રિલિયન ડાલરની ઇકોનામીની સાથે ભારતે વર્ષ ૨૦૧૯માં બ્રિટન અને ફ્રાન્સ જેવા દેશોને પાછળ પાડી દીધા છે. ખાસ વાત છે કે, નરેન્દ્ર મોદી સરકારે આગામી પાંચ વર્ષની અંદર ૫ ટ્રિલિયન ડાલરની ઇકોનામી બનાવવાનુ લક્ષ્ય રાખ્યુ છે.અમેરિકન રિસર્ચ સંસ્થા વર્લ્ડ પાપ્યૂલેશન રિવ્યૂએ પોતાના રિપોર્ટમાં કહ્યુ છે કે, આત્મનિર્ભર બનવાની પૂર્વ નીતિના કારણે ભારત હવે આગળ વધતા એક ઓપન માર્કેટવાળી અર્થવ્યવસ્થા તરીકે વિકસી રહ્યું છે.
રિપોર્ટમાં કહેવાયુ છે કે, ‘ગ્રાસ ડામેસ્ટિક પ્રાડક્ટ (જીડીપી)ના મામલામાં ભારત ૨.૯૪ લાખ કરોડ (ટ્રિલિયન) ડાલરની સાથે દુનિયાની પાંચમી મોટી અર્થવ્યવસ્થા વાળો દેશ બની ગયો છે. આ મામલે તેને ૨૦૧૯માં બ્રિટન અને ફ્રાન્સને પાછળ પાડી દીધા છે.’ બ્રિટનની અર્થવ્યવસ્થાનો આકાર ૨.૮૩ ટ્રિલિયન ડાલર છે, જ્યારે ફ્રાન્સનો ૨.૭ ટ્રિલિયન ડાલર છે. ખરીદ શક્તિ સમાનતા (પીપીપી)ના આધાર પર ભારતનો જીડીપી ૧૦.૫૧ ટ્રિલિયન ડાલર છે, અને આ જાપાન તથા જર્મનીથી ઘણો વધારે