ભારત દેશની સૌ-પ્રથમ કરોડોના ખર્ચે બનેલી ડિજિટલ શામળાજી-રતનપુર ચેકપોસ્ટ ખંડેર હાલતમાં
પ્રતિનિધિ દ્વારા ભિલોડા, ગુજરાત રાજ્યમાં સૌથી વધુ આવક ધરાવતી શામળાજી ચેકપોસ્ટને અંદાજે ૫ કરોડથી વધુના ખર્ચે આધુનિકરણ કરાઇ અને દેશની પ્રથમ ડિજિટલ ચેકપોસ્ટ બનાવવામાં આવી છે.ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ખુલ્લી મુકવામાં આવી હતી.એક વર્ષ અગાઉ રાજ્ય સરકારે રાજ્યની ૧૬ ચેકપોસ્ટ નાબૂદ કરવાનો ર્નિણય લીધા બાદ રાજ્યની સૌથી વધુ આવક ધરાવતી શામળાજી ચેક પોસ્ટનો સૂર્યાસ્ત થયો હતો ચેકપોસ્ટ બંધ થયા બાદ જાણે ચેકપોસ્ટને નધણિયાત છોડી દેવામાં આવી હોય તેમ આરટીઓ ચેકપોસ્ટના બારી બારણા અને ફર્નિચર પણ ચોરાઈ જતા ખંડેર હાલતમાં જાેવા મળી રહી છે
આ ચેકપોસ્ટ પર અસામાજીક તત્ત્વો પણ અડ્ડો જમાવતા હોવાની બૂમો ઉઠી રહી છે ત્યારે લોકોના ટેક્સના રૂપિયાનો દૂર ઉપયોગ થઇ રહ્યો હોય અને જવાબદાર તંત્રનો અણધડ વહીવટથી લોકોમાં રોષ જાેવા મળી રહ્યો છે. ગુજરાત-રાજસ્થાન રાજ્યની આંતરરાજ્ય સરહદ પર શામળાજી નજીક રતનપુર ચેકપોસ્ટ પર ભ્રષ્ટાચાર અટકાવવા દેશની સૌ-પ્રથમ કરોડો રૂપિયાના ખર્ચે ડીજીટલ ચેકપોસ્ટ નિર્માણ કરવામાં આવી હતી
અંદાજે ૪૫ કરોડ જેટલો માતબર ખર્ચ આ ચેકપોસ્ટના અત્યાધુનિકરણ પાછળ ખર્ચ કરવામાં આવ્યાના થોડા સમય બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ ચેકપોસ્ટ બંધ કરવાનો ર્નિણય લીધો હતો આ ર્નિણય બાદ કરોડો રૂપિયાના ખર્ચે ઉભી કરાયેલ ડીજીટલ ચેકપોસ્ટ નકામી બની ગઈ હતી આરટીઓ ચેકપોસ્ટના બિલ્ડીંગના લોકો બારી બારણા અને ફર્નિચર પણ ચોરી ને લઇ જતા ખંડેર હાલતમાં જાેવા મળી રહી છે અસમાજિક તત્ત્વો પણ અડ્ડો જમાવતા આ આરટીઓ કચેરીમાં કોઈ ગુન્હાહીત પ્રવૃત્તિને અંજામ આપે તે પહેલા આરટીઓ કચેરીને ઉતારી લેવામાં આવે કે પછી યોગ્ય જાળવણી કરવા માટે પગલા ભરવામાં આવેની
માંગ પ્રબળ બની છે.