ભારત દ્વારા નોમિનેટ થઈ રાઈટીંગ વિથ ફાયર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/03/Wiriting-with-Fire.webp)
મુંબઇ, 94th Academy Awards આ એવોર્ડની શરૂઆત થઈ ગઈ છે, જેના માટે માત્ર સેલેબ્સ જ નહીં પરંતુ સામાન્ય લોકો પણ ખૂબ જ ઉત્સાહિત છે.
વિજેતાઓની પસંદગી પ્રક્રિયામાં, એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સના ૯૮૪૭ સભ્યોએ ૨૭૬ ફિલ્મો માટે ૨૭ જાન્યુઆરીથી ૧ ફેબ્રુઆરીની વચ્ચે તેમના મત આપ્યા હતા. આ વર્ષે ઓસ્કારમાં ધ પાવર ઓફ ધ ડોગનું વર્ચસ્વ છે, જેને ૧૨ નોમિનેશન મળ્યા છે.
આ ફિલ્મમાં બેનેડિક્ટ કમ્બરબેચ અને કર્સ્ટન ડન્સ્ટ મુખ્ય ભૂમિકામાં છે. આ સાથે જ ઓસ્કાર નોમિનેશનમાં ભારતની એક ડોક્યુમેન્ટ્રીનું નામ પણ સામેલ છે. ભારત દ્વારા નામાંકિત આ ડોક્યુમેન્ટરી છે રાઈટીંગ વિથ ફાયર. આ ડોક્યુમેન્ટ્રીથી દેશને ઘણી આશાઓ છે.
રાઈટીંગ વિથ ફાયર એ જર્નાલિઝમ પર આધારિત એક ડોક્યુમેન્ટ્રી છે, જેને ઓસ્કાર ૨૦૨૨ માટે નોમિનેટ કરવામાં આવી છે. આ ડોક્યુમેન્ટરીને અગાઉ સનડાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્પેશિયલ જ્યુરી એવોર્ડ મળ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ડોક્યુમેન્ટ્રી અત્યાર સુધીમાં ૧૨ ઇન્ટરનેશનલ એવોર્ડ જીતી ચૂકી છે. રાઈટિંગ વિથ ફાયરનું નિર્દેશન રિન્ટુ થોમસ અને સુષ્મિત ઘોષે કર્યું છે.
બંનેની કારકિર્દીની આ પ્રથમ ડોક્યુમેન્ટ્રી છે. ખાસ વાત એ છે કે, તેને ગ્લોબલ લેવલ પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. પત્રકારો દ્વારા સામનો કરવામાં આવતા પડકારો અને સંઘર્ષની વાર્તા રાઈટીંગ વિથ ફાયરમાં બતાવવામાં આવી છે. હવે આ ફિલ્મને ઓસ્કાર માટે નોમિનેટ કરવામાં આવી છે, તો આખો દેશ તેની પાસેથી અપેક્ષા રાખી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે, લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં ૯૪માં એકેડેમી એવોર્ડ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારતીય દર્શકો સ્ટાર વર્લ્ડ અને સ્ટાર મૂવીઝ દ્વારા ઓસ્કાર જાેઈ શકશે. આ વખતે તે કોમેડિયન્સ એમી શૂમર, વાન્ડા સાયક્સ અને રેજીના હોલ દ્વારા હોસ્ટ કરવામાં આવી રહી છે.
ગાયક બેયોન્સ અને બિલી ઈલિશ ઓસ્કારમાં તેમના ગીતોથી માહોલ બનાવશે. પિચફોર્ક અનુસાર, ૪૦ વર્ષીય ગાયિકા એકેડમી એવોર્ડ્સમાં તેનું ગીત બી અલાઇવ ગાતી જાેવા મળશે. તો, બિલી ઈલિશ નો ટાઈમ ટુ ડાઈ દ્વારા દર્શકોનું મનોરંજન કરશે.SSS