ભારત-દ.આફ્રિકા ટેસ્ટમાં દર્શકોને પ્રવેશ નહીં મળે
નવી દિલ્હી, ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનારી પહેલી ટેસ્ટમાં દર્શકોને એન્ટ્રી નહીં મળે. ૨૬ ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં આ ટેસ્ટ રમાવાની છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે સાઉથ આફ્રિકામાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના પ્રસારના કારણે આ ર્નિણય લેવામાં આવ્યો છે.રિપોર્ટ પ્રમાણે કેટલાક ગણતરીના લોકોને જ મેદાન પર જવા દેવામાં આવશે.
આમ તો સાઉથ આફ્રિકામાં કોવિડના કારણે ૨૦૦૦ લોકોને સ્ટેડિયમમાં એન્ટ્રી આપવાનો ર્નિણય લેવાયો છે.જેના કારણે પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે, ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની સિરિઝમાં બે હજાર લોકોને મેચ જાેવા માટે મંજૂરી આપવામાં આવશે અને જાે ઓમિક્રોનના કેસ ઘટયા તો વધારે દર્શકોને પણ જવા દેવામાં આવશે.
જાેકે હજી બીજી ટેસ્ટ માટે ટિકિટોનુ વેચાણ શરુ કરાયુ નથી.આ મેચ ત્રણ જાન્યુઆરીથી જાેહિનિસબર્ગમાં રમાવાની છે.SSS