ભારત પણ અમેરિકામાં માનવઅધિકારોના હનનથી ચિંતિત : વિદેશમંત્રી જયશંકર
નવી દિલ્હી, માનવઅધિકારોને લઈને આંગળી ચીંધતા ભારતે અમેરિકાને આકારો જવાબ આપ્યો છે. વિદેશમંત્રી એસ. જયશંકરે બુધવારે કહ્યું હતું કે અમેરિકા સહિત અન્ય દેશોમાં માનવઅધિકારોની સ્થિતિ ઉપર ભારત બરાબર ધ્યાન રાખે છે.
આથી ભારત પણ આ દેશમાં માનવઅધિકારના મુદ્દે સવા કરે છે. જ્યારે તે ખાસકરીને ભારતીય સમુદાય સાથે સંબધિત હોય છે અને વાસ્તવમાં ગઈકાલે (મંગળવારે) અમારી પાસે એક મામલો (ન્યૂયોર્કમાં બે શીખો ઉપર હુમલાનો) હતો.
ટુ પ્લસ ટુ બેઠક બાદ સોમવારે રાત્રે સયુક્ત સંવાદદાતા સંમેલનમાં અમેરીકી વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કને કહ્યું હતું કે, અમેરિકા ભારતમા થઈ રહેલા હાલમાં ચિંતાજનક ઘટનાક્રમ ઉપર ધ્યાન રાખી રહ્યું છે. જેમાં કેટલાક સરકારી, પોલીસ અને જેલના અધિકારીઓની માનવઅધિકારોના ઉલ્લંઘનની વધતી જતી ઘટનાઓ સામેલ છે.
અમેરિકા યાત્રાની સમાપ્તિ ઉપર પત્રકારો સાથે વાતચીતમાં જયશંકરે એક સવાલના જવાબમાં કહ્યું હતું કે ટુ પ્લસ ટુ બેઠકમાં બને દેશો વચ્ચે માનવઅધિકારોને લઈને કોઈ ચર્ચા થઈ નથી. આ બેઠકમાં મુખ્યત્વે રાજનૈતિક અને સેંટ મામલે જ વાત થઈ છે.
પર્ણતુ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ભૂતકાળમાં આ મુદ્દે ચર્ચા થઈ હતી. આ વિષય ત્યારે સામે આવ્યો હતો, જ્યારે વિદેશ મંત્રી બ્લિન્ક ભારત આવ્યા હતા.
કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્સરીઝ થ્રુ સેન્સસ એક્ટ હેઠળ પ્રતિબંધો વિષે પૂછતાં જયશંકરે કહ્યું હતું અમે આ બાબતે અમેરિકા ઉપર નિર્ણય છોડ્યો છે. તે બાબત અમેરિકાએ જ સોલ્વ કરવી પડશે.
મારો મતલબ છે કે, એ તેઓનો કાયદો છે અને તેમને કરવું હોય એ તેમના તંત્ર દ્વારા જ કરવાનું રહેશે. ચીનને લઈને અમેરિકા અને રશિયા બાબતે પૂછાતા વિદેશ મંત્રીનું કહેવું હતું કે, તમે મને પૂછી રહ્યા છો કે શું અમેરિકી યુક્રેન સંકટ વચ્ચે રસિયા ઉપર તેમના વલણને લઈને ભારત અને ચીન વચ્ચે ભેદભાવમાં અંતર કરે છે. તો જગજાહેર છે કે તેઓ ભેદભાવ કરે છે.