ભારત પર સવાલ ઊઠાવતા પહેલા પાક. ટ્રેક રેકોર્ડ જુએ
નવી દિલ્હી, કર્ણાટકમાં સ્કૂલો અને કોલેજાેમાં હિજાબ પહેરવાના ચાલી રહેલા વિવાદ પર પાકિસ્તાન દ્વારા વણજાેઈતા નિવેદનો અપાયા બાદ ભારત સરકારે પાકિસ્તાન સામે અરીસો ધર્યો છે.
ભારતીય રાજદૂતે કહ્યુ હતુ કે, ભારત પર સવાલ ઉઠાવતા પહેલા પાકિસ્તાને પોતાનો ટ્રેક રેકોર્ડ જાેવો જાેઈએ. કેન્દ્ર સરકારના લઘુમતી મંત્રાલયના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ પણ પાકિસ્તાન પર પલટવાર કરીને કહ્યુ છે કે, પાકિસ્તાનમાં લઘુમતીઓના સામાજિક અને શૈક્ષણિક અધિકારોને કચડવામાં આવી રહ્યા છે.જ્યારે ભારત પોતાની લઘુમતિઓના અધિકાર, સન્માન, સમૃધ્ધિ માટે હંમેશા કટિબધ્ધ રહ્યુ છે.
આ પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ કહ્યુ હતુ કે, મુસ્લિમ વિદ્યાર્થિનીઓને શિક્ષણના અધિકારથી વંચિત રાખવાનુ કૃત્ય તેમના માનવાધિકારોનુ ઉલ્લંઘન કરવા સમાન છે.
તેમણે આગળ કહ્યુ હતુ કે, તેમને શિક્ષણના અધિકારથી વંચિત રાખવાનુ અને તેમને હિજાબ પહેરવા પર ડરાવવાની જે હરકત થઈ છે તે દમનકારી છે અને દુનિયાએ સમજવુ જાેઈએ કે મુસ્લિમોને તેઓ રહે છે તે વિસ્તાર પૂરતા મર્યાદિત રાખવા માટે ભારત સરકારે યોજના બનાવી છે.
જ્યારે પાક સરકારના અન્ય એક મંત્રી ફવાદ ચૌધરીએ ટિપ્પણી કરી હતી કે, ભારતનો સમાજ પતન તરફ આગળ વધી રહ્યો છે.ત્યાં જે થઈ રહ્યુ છે તે ડરામણું છે.SSS