ભારત પર સૌથી ગંભીર સાયબર એટેકમાં અતિ સંવેદનશીલ માહિતી ચોરાઈ
નવી દિલ્હી: ભારત ઉપર ચીનદ્વારા તથા અન્ય હેકર્સો દ્વારા છેલ્લા કેટલા સમયથી સાયબર એટર્ક થવા લાગ્યા છે આ પરિસ્થિતિ વચ્ચે આજે ભારત ઉપર ગંભીર સાયબર એટક થયો છે જેમાં એનઆઈસીના ૧૦૦ જેટલા કોમ્પ્યુટર્સ હેક કરી તેમાંથી વડાપ્રધાન સહિત સુરક્ષાની અત્યંત સવેદનશીલ માહિતી મેળવી લીધી છે
આ કોમ્પ્યુટર્સમાં અત્યંત ખાનગી વિગતો હતી જેના પરિણામે આ ઘટનાને ખૂબ ગંભીરતાથી લેવામાં આવી રહ્યી છે નેશનલ ઈન્ફોમેટીકસ સેન્ટર ના કર્મચારીઓને મેલ કરીને લીંક મોકલવામાં આવી હતી. અને આ લીંક ઓપન કરતા જ તમામ ડેટા ચોરી થઈ ગયુ હોવાનું જાણવા મળી રહ્યુ છે. આ કોમ્પ્યુટસમાં આઈટી મંત્રાલયની મહત્ત્વપૂર્ણ વિગતો હતી હાલમાં ચીન દ્વારા સોશ્યિલ મીડાયા મારફતે ભારતની મહત્ત્વ પૂર્ણ વિગતોની માહિતી એકત્ર કરવામાં આવી રહ્યુ છે અને આ મુદ્દે ભારે ઉહાપોે મચેલો છે.