ભારત-પાકિસ્તાન મેચ રદ્દ થાય તેવું કેન્દ્રીય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી ઈચ્છે છે

જોધપુર, કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ ન થવી જાેઈએ. તેના પર ફરીથી વિચાર કરવાની જરૂરિયાત છે પાકિસ્તાનનો આતંકવાદી ચહેરો દુનિયા સામે આવી ચૂક્યો છે. તેનું અંજામ પણ પાકિસ્તાને ભોગવવું પડશે.
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ જાેધપુરમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતના ઘરે શોક સભામાં સામેલ થયા બાદ મીડિયા સાથે વાતચીત કરવા દરમિયાન આ વાતો કહી હતી. ગિરિરાજ સિંહે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં થઈ રહેલા આતંકી હુમલાને જાેતા આગામી દિવસોમાં થનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર ફરી એક વખત વિચાર કરવાની જરૂરિયાત છે. સંબંધ બધા સારા નથી.
ગિરિરાજ સિંહે આ દરમિયાન કોંગ્રેસ પર પણ જબરદસ્ત પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે દેશમાં કોંગ્રેસ ખોટી રાજનીતિ કરી રહી છે. રાજસ્થાનમાં વાલ્મીકિ સમાજના લોકો સાથે અત્યાચાર થઈ રહ્યો છે. મહિલાઓ સાથે બળાત્કાર થઈ રહ્યો છે. કાશ્મીરમાં હિન્દુઓને ટારગેટ કરીને મારવામાં આવી રહ્યા છે. આ મુદ્દાઓ પર કશું જ ન બોલીને લખીમપુર ખીરીમાં જઈને રાજનીતિ કરી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં હાલમાં જ આતંકીઓ દ્વારા એક પાણીપુરી વેચનારને નિશાનો બનાવવામાં આવ્યો હતો.
પંજાબના કેબિનેટ મંત્રી પરગટ સિંહે કહ્યું કે આ મેચ રદ્દ થવી જ જાેઈએ કેમ કે બોર્ડર પર તણાવની સ્થિતિ બનેલી છે. ભારત અને પાકિસ્તાન તણાવના સમયમાંથી પસાર થઈ રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનની તોછડાઈપૂર્ણ કરતૂકથી ભારતના ૯ સૈનિક છેલ્લા એક અઠવાડિયામાં શહીદ થઈ ચૂક્યા છે.
પાકિસ્તાન તરફથી સતત આતંકવાદીઓ ભારતમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એવામાં સતત સીમા પર ઘર્ષણ થઈ રહ્યું છે. આતંકીઓ દ્વારા સામાન્ય નાગરિકોને નિશાનો બનાવવામાં આવી રહ્યા છે. હવે બિહારના નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદે પણ એમ જ કહ્યું છે.
તેમનું કહેવું છે કે જમ્મુ-કાશ્મીરમાં બીજા રાજ્યોના લોકોની હત્યા થઈ રહી છે એ દુઃખદ છે. પાકિસ્તાન ભારતમાં જે આતંકવાદ વધારવાનો પ્રયત્ન કરી રહ્યું છે એવામાં આ રીતે વસ્તુ (ભારત-પાકિસ્તાન મેચ) રદ્દ કરવી જાેઈએ. તેમણે કહ્યું કે પાકિસ્તાનને સખત સંદેશ આપવા માટે ભારતે આ રીતેનું પગલું ઠાવવું જાેઈએ.HS