Western Times News

Gujarati News

ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થઇ શકે : પાકિસ્તાની પ્રધાન

ઇસ્લામાબાદ : પાકિસ્તાની રેલવે પ્રધાન શેખ રશીદ અહેમદ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ઓક્ટોબર અથવા તો નવેમ્બરમાં ભારત સાથે પાકિસ્તાનનુ યુદ્ધ થઇ શકે ચે.

રાવલપિંડીમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યુહતુ કે કાશ્મીર માટે અંતિમ સ્વતંત્રતા સંઘર્ષ માટેનો સમય હવે આવી ગયો છે. તેમણે કહ્યુ હતુ કે ભારત સાથે વોર આ વખતે અંતિમ યુદ્ધ તરીકે રહેનાર છે. જા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ આ મામલાને ઉકેલવામાં રસ ધરાવે છે તો કાશ્મીરમાં જનમત કરાવી શકાય છે.

તેમણે કહ્યુ હતુ કે કાશ્મીરનુ ભાવિ કાશ્મીરના યુવાનો દ્વારા નક્કી કરવામાં આવનાર છે. અમને કાશ્મીર ખીણના લોકો સાથે ઉભા રહેવાની જરૂર છે. ખીણમાં ખલેલ ઉભી કરવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આક્ષેપ કરતા તેમણે કહ્યુ હતુ કે જમ્મુ કાશ્મીરને મોદી વિનાશના કિનારે લઇ ગયા છે.

પાકિસ્તાન મોદીની સામે એકમાત્ર અડચણ છે. આ મુદ્દા પર મુસ્લિમ દેશો મૌન કેમ છે તે બાબત પણ ધ્યાન આપવાની જરૂર છે. જિણાએ વર્ષો પહેલા કહ્યુ હતુ કે ભારતમાં મુસ્લિમ વિરોધી માનસિકતા રહેલી છે.

તેમણે કહ્યુહતુ કે જે લોકો હજુ પણ માની રહ્યા છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત શક્ય છે તે લોકો ખોટી વાત કરી રહ્યા છે. તેમણે કહ્ય હતુ કે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્પીચ પર તમામની નજર રહી શકે છે.

ઇમરાન ખાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ૨૭મી સપ્ટેમ્બરના દિવસે નિવેદન કરનાર છે. પ્રધાને કહ્યુ હતુ કે ચીન જેવા મિત્રો સાથે છે તે બાબત અમારા માટે સારી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.