ભારત-પાક.ની જાસૂસી સંસ્થાના અધિકારીની દુબઈમાં બેઠક થઇ
જાન્યુઆરીમાં દુબઈમાં બેઠક યોજાઈ હોવાના અહેવાલોથી હલચલ, બંને દેશો આ મુદ્દે કોઇ વાત કરવા તૈયાર નથી
નવી દિલ્હી, ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ યથાવત છે. બંને દેશો વચ્ચે વેપારી સબંધો પણ નથી અને વાટાઘાટો પર પણ રોક લગાવાઈ છે.
આ પ્રકારના સંજાેગો વચ્ચે ભારત અને પાકિસ્તાનની જાસૂસી સંસ્થાઓના અધિકારીઓ વચ્ચે જાન્યુઆરી મહિનામાં દુબઈમાં એક બેઠક યોજાઈ હોવાના અહેવાલોએ હલચલ મચાવી છે. ભારત સરકાર આ મુદ્દે ચુપ છે અને પાકિસ્તાન પણ કોઈ ખુલાસો કરવા માટે તૈયાર નથી.
એવુ કહેવાય છે કે, છેલ્લા અઢી મહિનાથી બંને દેશો વચ્ચે પડદા પાછળની ડિપ્લોમસી શરુ કરાઈ છે. જેથી તનાવ ઓછો થઈ શકે. રિપોર્ટ પ્રમાણે બંને દેશો વચ્ચે સામાન્ય સબંધો કરવાની કવાયતના ભાગરુપે દુબઈમાં ભારતની જાસૂસી સંસ્થા રો અને પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકના આયોજન માટે યુએઈ દ્વારા પણ મદદ કરવામાં આવી હતી.
જાેકે બેમાંથી એક પણ દેશે અત્યાર સુધી આ અંગે કોઈ નિવેદન આપ્યુ નથી. જાેકે પાકિસ્તાનના એક ડિફેન્સ એક્સપર્ટનુ કહેવુ છે કે, બંને દેશની જાસૂસી સંસ્થાના અધિકારીઓ કેટલાક મહિનાથી ત્રીજા દેશની ધરતી પર એક બકીજાને મળી રહ્યા છે. મારી જાણકારી પ્રમાણે થાઈલેન્ડ, દુબઈ અને લંડનમાં આ પ્રકારની ઉચ્ચસ્તરીય બેઠકો યોજાઈ ચુકી છે. ભૂતકાળમાં પણ આ પ્રકારની બેઠકો થઈ હોવાનુ મારુ માનવુ છે.જાેકે તે અંગે જાહેરમાં ભારત અને પાકિસ્તાન કશું બોલ્યા નથી.