ભારત પાસે આખી દુનિયાને કોરોનાની રસી પુરી પાડવાની ક્ષમતા : બિલ ગેટ્સ
નવી દિલ્હી, દિગ્ગજ બિઝનેસમેન બિલ ગેટ્સે જણાવ્યું છે કે ભારત પાસે એટલી ક્ષમતા છે કે તે કોવિડ 19 રસી બનાવીને આખી દુનિયાને પુરી પાડી શકે છે. ભારતીય દવા ઉદ્યોગ માત્ર ભારત માટે જ નહીં પરંતુ આખી દુનિયા માટે કોરોનાની રસી બનાવવાની ક્ષમતા ધરાવે છે. આગળ તેમણે કહ્યું કે ભારતીય ફાર્મા કંપનીઓએ ઘણા મહત્વપૂર્ણ કામ કર્યા છે. ઉપરાતં કોરોનાની રસી બનાવવા માટે પણ ભરતની દવા કંપનીઓ ઘણી મદદ કરી રહી છે. માત્ર રસીને લઇને જ નહીં પણ કોરોનાને લગતા સંશોધનમાં પણ ભઆરતીય વિજ્ઞાનીઓ અને દવા કંપનીઓએ ઘણી મદદ કરી છે.
એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મની અંદર તેમણે આ બધી વાતો કરી છે. ડિસ્કવરી પ્લસ ચેનલની ડોક્યુમેન્ટરી ‘કોવિડ 19 : ઇન્ડિયાઝ વાર અગેઇન્સ્ટ વાયરસ’માં તેઓ ભારતના સમર્થનમાં બોલ્યા છે. તેમણે કહ્યું કે ભારત સામે સૈથી મોટો પડકાર તેની વિશાળ વસ્તી છે, તેના કારણે જ હાલમાં ત્યાં સ્વાસ્થ્ય કટોકટી જેવી સ્થિતિ સર્જાઇ છે. તેના કારણે જ કોરોના વાયરસ પર કાબૂ મેળવવામાં પણ મુશ્કેલી થઇ રહી છે.
ભારતના દવા ઉદ્યોગ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે સામાન્ય દિવસોમાં પણ સૌથી વધારે રસીનું ઉત્પાદન ભારતમાં થાય છે અને બાદમાં વિશ્વભરમાં તેની સપ્લાય થાય છે. બિલ ગેટ્સે કહ્યું કે તેમની સંસ્થા સતત ભારત સરકાર, બાયોટેકનોલોજી ડિપાર્ટમેન્ટ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ સાથે સંપર્કમાં છે.