ભારત પાસે આશ્રયની માગ કરી રહ્યા છે અફઘાન શીખ
કાબુલ, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શનિવારે એક ગુરુદ્વારા પર ભીષણ આતંકી હુમલો થયો. જેમાં આતંકવાદીઓ બહારથી ગોળીઓ ચલાવતા ગુરુદ્વારાની અંદર આવ્યા અને શીખોના ઘરને પણ નિશાન બનાવ્યા. હુમલો કરનારાએ સુરક્ષાકર્મીની હત્યા કરી અને ગ્રેનેડ સાથે અંદર ઘૂસ્યા. ઈસ્લામિક સ્ટેટે આ હુમલાની જવાબદારી લીધી છે. આ હુમલામાં એક શીખ સહિત ૨ લોકોના મોત થયા અને સાત અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી મુજબ, સવારની પ્રાર્થના શરૂ થતાં પહેલા આ હુમલો થયો હતો. એક એવો સમય હતો કે જ્યારે અફઘાનિસ્તાનમાં હજારો હિન્દુ અને શીખ લોકો રહેતા હતા. પરંતુ, દાયકાઓના સંઘર્ષ પછી હવે અહીં માત્ર થોડા જ શીખ અને હિન્દુઓ રહે છે. ત્યાંના સ્થાનિક સમય અનુસાર, સવારે લગભગ ૬ વાગ્યે પહેલા વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ, આ વિસ્ફોટના કારણે આકાશમાં ધુમાડો જાેવા મળ્યો.
હુમલાની આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે. શીખ સમુદાયના નેતાનું અનુમાન છે કે તાલિબાન શાસિત અફઘાનિસ્તાનમાં માત્ર ૧૪૦ શીખ બચ્યા છે, જે પૈકી મોટાભાગના શહેર જલાલાબાદ અને રાજધાની કાબુલમાં રહે છે.એક ઈન્ટરનેશનલ ન્યૂઝ રિપોર્ટ મુજબ, આ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા એક શખસના સંબંધીએ કહ્યું કે અફઘાનિસ્તાનમાં માત્ર ૨૦ શીખ પરિવાર બચ્યા છે.
તેમણે કહ્યું કે, બચેલા પરિવાર પણ જલદી જ અહીંથી નીકળવા માગે છે. પણ, ભારત સરકાર તરફથી તેઓને વિઝા મળી રહ્યા નહીં હોવાથી તેઓ અહીં ફસાયેલા છે. જાે અમને વિઝા મળે તો અમે તરત અહીંથી જતા રહીશું.
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ટિ્વટ કરીને આ હુમલાની નિંદા કરી છે. તેમણે લખ્યું, ગુરુદ્વારા પર થયેલા હુમલાની સખત શબ્દોમાં નિંદા થવી જાેઈએ.
હુમલા બાદ ઘટનાક્રમ પર નજર રાખવામાં આવી રહી છે. અમે લોકોની સલામતીને લઈને ચિંતિત છીએ. ભારત સરકારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ અંગે એક નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું છે કે, “ભારત આ સ્થિતિ પર નજર રાખી રહ્યો છે અને વધુ માહિતીની રાહ જાેવાઈ રહી છે.ss1kp