ભારત પાસે ૨ અસીમ શક્તિ,એક ડેમોગ્રાફી-બીજી ડેમોક્રસી: મોદી

નવી દિલ્હી, વડાપ્રધાનમોદીએ બુધવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પુડુચેરી ખાતે ૨૫મા યુવામહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. યુવા મહોત્સવનો શુભારંભ કરીને વડાપ્રધાનેકહ્યું હતું કે, ‘ભારત પાસે ૨ અસીમ શક્તિઓ છે. એક ડેમોગ્રાફી અને બીજુંડેમોક્રસી. જે દેશ પાસે જેટલી યુવા શક્તિ હોય, તેની ક્ષમતાઓને એટલી જવ્યાપક માનવામાં આવે છે. ભારત પાસે આ બંને શક્તિઓ છે.’
વડાપ્રધાનેકહ્યું કે, આજે ભારતના યુવાનોમાં જાે ટેક્નોલોજીનો ચાર્મ છે તો લોકશાહીનીચેતના પણ છે. આજે ભારતના યુવાનોમાં જાે શ્રમનું સામર્થ્ય છે તો ભવિષ્યનીસ્પષ્ટતા પણ છે. આ કારણે જ ભારત આજે જે કહે છે તેને દુનિયા આવનારા કાલનોઅવાજ માને છે. ભારત પોતાના યુવાનોને વિકાસની સાથે લોકશાહીના મૂલ્યોની તાકાતમાને છે. આજે ભારત અને દુનિયાના ભવિષ્યનું નિર્માણ થઈ રહ્યું છે. ૨૦૨૨ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ૧૨૫મી જયંતીપણ છે.
વડાપ્રધાનેકહ્યું કે, આજે ભારતનો યુવાન વૈશ્વિક સમૃદ્ધિના કોડ લખી રહ્યો છે. સમગ્રવિશ્વની યુનિકોર્ન ઈકોસિસ્ટમમાં ભારતીય યુવાનોનો જલવો છે. ભારત પાસે આજે ૫૦ હજાર કરતાં વધારે સ્ટાર્ટઅપ્સની મજબૂત ઈકોસિસ્ટમ છે. તેમણે કહ્યું કે, ‘ભારતના યુવાનો પાસે ડેમોગ્રાફિક ડિવિડન્ડની સાથે સાથે લોકશાહીનું મૂલ્ય પણછે, તેમનું ડેમોક્રેટિક ડિવિડન્ડ પણ અતુલનીય છે. ભારત પોતાના યુવાનોનેડેમોગ્રાફિક ડિવિડન્ડની સાથે સાથે ડેવલપમેન્ટના ડ્રાઈવર પણ માને છે.’
વડાપ્રધાનેકહ્યું કે, આ વર્ષે આપણે શ્રી અરબિંદોની ૧૫૦મી જયંતી ઉજવી રહ્યા છીએ અને આવર્ષે મહાકવિ સુબ્રમણ્યમ ભારતીજીની ૧૦૦મી પુણ્યતિથિ પણ છે. આ બંનેમનીષીઓનો પુડુચેરી સાથે ખાસ સંબંધ છે. આ બંને એકબીજાની સાહિત્યિક અનેઆધ્યાત્મિક યાત્રાના ભાગીદાર રહ્યા છે.
પુડુચેરીખાતે આયોજિત યુવા મહોત્સવને સંબોધિત કરતી વખતે વડાપ્રધાને જણાવ્યું કે, અમે માનીએ છીએ કે, દીકરો અને દીકરી એક સમાન છે. આ વિચાર સાથે જ સરકારેદીકરીઓના સારા ભવિષ્ય માટે લગ્નની ઉંમર ૨૧ વર્ષ કરવાનો ર્નિણય લીધો છે.દીકરીઓ પોતાની કરીયર બનાવી શકે, તેમને વધારે સમય મળે, આ દિશામાં આ એકમહત્વપૂર્ણ પગલું છે.
અગાઉ વડાપ્રધાને ટિ્વટમાં લખ્યું હતું કે, હુંમહાન સ્વામી વિવેકાનંદજીને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પિત કરૂં છું.તેમનું જીવન રાષ્ટ્રીય ઉત્થાન માટે સમર્પિત હતું. તેમણે અનેક યુવાનોનેરાષ્ટ્ર નિર્માણની દિશામાં કામ કરવા માટે પ્રેરિત કર્યા છે. આવો આપણે દેશમાટે તેમના સપનાઓ પૂરા કરવા સાથે મળીને કામ કરીએ.
પુડુચેરીયુવા મહોત્સવમાં ભારતના દરેક જિલ્લાનું પ્રતિનિધિત્વ કરનારા યુવાનો સહભાગીબનશે. રાષ્ટ્રીય યુવા મહોત્સવનો ઉદ્દેશ્ય યુવાન નાગરિકોનેરાષ્ટ્ર-નિર્માણની દિશામાં પ્રેરિત કરવાનો, પ્રજ્વલિત કરવાનો, એકજૂથ કરવાનોઅને સક્રિય કરવાનો છે જેથી આપણી વસ્તી વિષયક (ડેમોગ્રાફિક) શક્તિનીવાસ્તવિક ક્ષમતાને ઉજાગર કરી શકાય.
સ્વામીવિવેકાનંદનો જન્મ ૧૨ જાન્યુઆરી, ૧૮૬૩ના રોજ કોલકાતામાં થયો હતો. તેમનુંસાચું નામ નરેન્દ્ર દત્ત હતું. તેઓ વેદાંતના વિખ્યાત અને પ્રભાવશાળીઆધ્યાત્મિક ગુરૂ હતા. નાની ઉંમરથી જ તેમને આધ્યાત્મમાં રૂચિ જાગી હતી.અભ્યાસમાં સારા હોવા ઉપરાંત ૨૫ વર્ષના થયા ત્યારે પોતાના ગુરૂથી પ્રભાવિતથઈને નરેન્દ્રનાથે સાંસારિક મોહનો ત્યાગ કરીને સંન્યાસ સ્વીકાર્યો હતો.સંન્યાસ લીધા બાદ તેમનું નામ વિવેકાનંદ પડ્યું. ૧૮૮૧ના વર્ષમાં વિવેકાનંદનીમુલાકાત રામકૃષ્ણ પરમહંસ સાથે થઈ હતી.SSS