Western Times News

Gujarati News

ભારત પુલવામા હુમલામાં સામેલ સાત આતંકીઓની માહિતી માંગશે

નવીદિલ્હી, ભારતને નકકી કર્યું છે કે ઔપચારિક રીતે પાકિસ્તાનથી કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સીઆરપીએફ)ના કાફલા પર પુલવામામાં થયેલ હુમલામાં સામેલ આતંકવાદીઓનું વિવરણ સંયુકત કરવાા માટ કહેવામાં આવશે આ મામલાથી જાેડાયેલ વ્યક્તિએ તેની માહિતી આપી એ યાદ રહે કે આ હુમલામાં ૪૦ ભારતીય સૈનિક શહીદ થયા હતાં આ ઘટનાએ બંન્ને દેશોને યુધ્ધના કિનારે લાવી દીધા હતાં.

તેના માટે એક ઔપચારિક ન્યાયિક વિનંતી કે પત્ર રોગેટરી એલઆર,રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઇએ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે તેના દ્વારા સાત આતંકવાદીઓની બાબતમાં માહિતી માંગવામાં આવી રહી છે તેમાંથી ચાર પાકિસ્તાનમાં આવેલા છે તેમાં મૌલાના મસુદ અઝહર, તેના ભાઇ અબ્દુલ રઉફ અસગર, ઇબ્રાહીમ અતહર અને તેના પિતરાઇ ભાઇ અમ્માર અલ્વી સામેલ છે.હુમલાને પરિણામ આપવા માટે ભારત આવેલા ત્રણ પાકિસ્તાની અતહરનો પુત્ર ઉમર ફારૂક,કામરાન બંન્ને પુલવામા હુમલા બાદ સુરક્ષા દળોની અથડામણમાં માર્યા ગયા હતાં) અને ઇસ્માઇલ ઉર્ફે સૈફુલ્લા જેને માનવામાં આવે છે કે તે કાશ્મીરમાં છુપાયેલો છે. નામ નહીં છાપવાની શરત પર સંબંધિત વ્યક્તિએ આ માહિતી આપી છે.

ગૃહ મંત્રાલય જેવું તેને અંતિમ રૂપ આપશે કે કોર્ટથી પાકિસ્તાનને ન્યાયિક વિનંતી મોકલવાની વિનંતી માંગવામાં આવશે એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું કે આ પુલવામા હુમલામાં પાકિસ્તાનને મોકલવામાં આવનાર પહેલી એવી ન્યાયિક વિનંતી છે જે પડોસી દેશથી તપાસમાં સહયોગ માંગી રહ્યું છે. અઝહર અસગર અતહર અન અલ્વીના સ્થળો ઉપરાંત ભારત તેમની અને અન્ય લોકોની વચ્ચે વ્હાટ્‌સએપ ચેટ,વોયસ નોટ અને વોયસ ઓવર ઇટરનેંટ પ્રોટોકોલ વીઓઆઇપી કોલ અને પાકિસ્તાનથી કરવામાં આવેલ કોલની માહિતી સહિત અન્ય વિવરણોની તપાસ કરી રહ્યું છે.ઉમર ફારૂકના ફોનથી કબજે કરવામાં આવેલ તસવીરો અને વીડિયોમા પુલવામા હુમલાની તૈયારીના વિવિધ તબક્કાને બતાવવામાં આવ્યા છે.

ફારૂકને ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ પુલવામા હુમલાની દેખરેખ માટે એપ્રિલ ૨૦૧૮માં ભારત મોકલવામાં આવ્યો હતો આ હુમલાના ૧૨ દિવસ બાદ પાકિસ્તાનની અંદર એક જૈશ આતંકી સ્થળો પર ભારતીય વાયુ સેનાએ એયર સ્ટ્રાઇક કરી આ બંન્ને દેશોના ફાઇટર જેટની વચ્ચે ૨૭ ફેબ્રુઆરીએ હવામાં લડાઇ પણ થઇ હતી.

એક બીજા અધિકારીએ કહ્યું કે પોતાના સત્તાવાર અનુરોધમાં ભારત સરકાર ફારૂકના ફોનથી કાઢવામાં આવેલ જીપીએસ લોકેશનની માહિતીની સાથે સાથે પાકિસ્તાનમાં મીજાન બેંક અને એલાઇડ બેંકમાં તેમના ખાતામાં કરવામાં આવેલ ૧૦ સાખ રૂપિયાના વળતરનું વિવરણ પણ માંગશે જે તપાસ દરમિયન એનઆઇએ દ્વારા કબજે કરવામાં આવ્યું હતું. એનઆઇએએ ૨૫ ઓગષ્ટે ૧૩,૫૦૦ પાનાની એક વિસ્તૃત ચાર્જશીટ દાખલ કરી જેમાં જેએમ પ્રમુખ મસુદ અઝહર અને પુલવામા હુમલા માટ ૧૨ અન્ય પાકિસ્તાનીઓના નામ સામેલ હતાં ભારતે આ પહેલા ૨૦૧૬માં પઠાણકોટ આઇએએફ બેસ હુમલા અને ૨૬/૧૧ મુંબઇ હુમલા માટે પાકિસ્તાનને ન્યાયિક વિનંતી મોકલી છે પરંતુ કોઇ લાભ થયો નથી હવે જાેવાનું રહેશે આ વખતે પાકિસ્તાન શું કરે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.