ભારત પેટ્રોલિયમનો ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 120.3 ટકા વધ્યો
નાણાકીય વર્ષ 2020-21ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ભારત પેટ્રોલિયમનાં ચોખ્ખા નફામાં ઊંચી વૃદ્ધિ
- હરિફ કંપનીઓની સરખામણીમાં માર્કેટિંગ વોલ્યુમમાં સૌથી ઊંચી વૃદ્ધિ કરી
- ઓક્ટોબરથી ડિસેમ્બર, 2020 માટે કંપનીનું ગ્રોસ રિફાઇનિંગ માર્જિન્સ (જીઆરએમ) બેરલદીઠ 2.47 ડોલર હતું, જે હરિફ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ વચ્ચે શ્રેષ્ઠ હતું
- નાણાકીય વર્ષ 2020-21ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં EBITDA 67.6% વધીને રૂ. 5,400.80 કરોડ થઈ
- નાણાકીય વર્ષ 2020-21ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ડેટ-ઇક્વિટી રેશોય 6x (જે નાણાકીય વર્ષ 2019-20માં 1.26x)
- નાણાકીય વર્ષ 2020-21ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ભારતમાં 730 રિટેલ આઉટલેટ ઉમેર્યા
- શેરદીઠ રૂ. 16નું વચગાળાનું ડિવિડન્ડ આપવાની દરખાસ્ત
નાણાકીય વર્ષ 2020-21ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં સ્વતંત્ર ધોરણે મુખ્ય નાણાકીય પરિણામો
(રૂ. કરોડમાં)
|
નાણાકીય વર્ષ 2020-21નો ત્રીજો ત્રિમાસિક ગાળો | નાણાકીય વર્ષ 2019-20નો ત્રીજો ત્રિમાસિક ગાળો | પરિવર્તન %માં | |
ચોખ્ખું વેચાણ | 86,579.9 | 85,368.3 | 1.4 | |
EBITDA | 5,400.8 | 3,221.0 | 67.6 | |
ચોખ્ખો નફો | 2777.6 | 1260.6 | 120.3 |
મુંબઈ, ‘મહારત્ન’નો દરજ્જો ધરાવતી સરકારી કંપની (પીએસયુ) અને ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)એ 31 ડિસેમ્બર, 2020ના રોજ પૂર્ણ થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન આવકમાં ઊંચી વૃદ્ધિ કરી છે. આ ગાળામાં કંપનીનો સ્વતંત્ર ધોરણે ચોખ્ખો નફો 120.3 ટકા વધીને રૂ. 2777.6 કરોડ થયો હતો, જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ. 1260.6 કરોડ હતો.
નાણાકીય વર્ષ 2020-21ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે કામગીરીમાંથી સ્વતંત્ર ધોરણે આવક રૂ. 86,579.9 કરોડ હતી, ત્યારે EBITDA 67.6 ટકા વધીને રૂ. 5,400 કરોડ થઈ હતી. 31 ડિસેમ્બર, 2020ના રોજ પૂર્ણ થયેલા નવ મહિનાના ગાળા માટે સ્વતંત્ર ધોરણે ચોખ્ખો નફો 75.6 ટકા વધીને રૂ. 7,101.5 કરોડ થયો હતો, ત્યારે EBITDA 55 ટકા વધીને રૂ. 14,209.2 કરોડ થઈ હતી.
31 ડિસેમ્બર, 2020ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીના પેટ્રોલિયમ ઉત્પાદનોનું સ્થાનિક વેચાણ 11.10 મિલિયન મેટ્રિક ટન (એમએમટી) હતું, જે ગયા વર્ષના સમાન ગાળા દરમિયાન 11.02 એમએમટી હતું.
31 ડિસેમ્બર, 2020ના રોજ કંપનીના કુલ ઇંધણ સ્ટેશનોનું નેટવર્ક 17,841 હતું, જે અત્યારે 18,000ના આંકડાને વટાવી ગયું છે, જેણે દેશમાં બીજા સૌથી મોટા ઇઁધણ રિટેલર તરીકે અમારી પોઝિશનને મજબૂત કરી છે.
અમે અમારો મૂડીગત ખર્ચનો લક્ષ્યાંક રૂ. 9,000 કરોડ સુધાર્યો છે, જે અગાઉ રૂ. 8,000 કરોડ હતો. અમે 31 ડિસેમ્બર, 2020 સુધીના 9 મહિનાના ગાળા દરમિયાન રૂ. 5,688 કરોડનો ખર્ચ કર્યો છે.
31 માર્ચ, 2020ના રોજ અમે સરકાર પાસેથી આશરે રૂ. 6,200 કરોડની બાકી નીકળતી આવક ધરાવતા હતા, જેમાં તબક્કાવાર ઘટાડો થયો છે. અત્યારે આશરે રૂ. 2,200 કરોડની રકમ મેળવવાની બાકી છે.
નાણાકીય વર્ષ 2020-21ના ત્રીજા ત્રિમાસિક ગાળાની કામગીરી વિશે ડાયરેક્ટર (ફાઇનાન્સ) શ્રી એન વિજયગોપાલે કહ્યું હતું કે, “અમને એ જણાવતા ખુશી થાય છે કે, નાણાકીય વર્ષ 2020-21નો ત્રીજો ત્રિમાસિક ગાળો ચાલુ નાણાકીય વર્ષમાં પીબીટી અને પીએટીની દ્રષ્ટિએ મજબૂત રહ્યો છે. અમે નાણાકીય વર્ષ 2020-21ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં કોવિડ પૂર્વેનું સ્તર હાંસલ કર્યું છે,
કારણ કે અમે હરિફ સરકારી કંપનીઓ વચ્ચે માર્કેટ વેચાણમાં એચએસડી (હાઈ સ્પીડ ડિઝલ) અને એમએસ (મોટર સ્પિરિટ)માં શ્રેષ્ઠ કામગીરી કરી છે તેમજ આ કેટેગરીઓમાં બજારમાં ગ્રોથ લીડર તરીકે અમને સ્થાપિત કરી છે. અમારું માર્કેટ વેચાણ 24 ટકા વધ્યું છે અને આ માગને ટેકો આપવા નાણાકીય વર્ષ 2020-21ના બીજા ત્રિમાસિક ગાળામાં થ્રૂપુટમાં 29 ટકા સુધીનો વધારો કર્યો છે.
અમે 2.47 ડોલર જીઆરએમ પણ કરી છે, જે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ વચ્ચે શ્રેષ્ઠ છે. આ સુધારો ઓછા ક્રેક સ્પ્રેડ સાથે આંતરરાષ્ટ્રીય સ્તરના મજબૂત વાતાવરણમાં થયો છે. બેલેન્સ શીટના મોરચે અમે અમારા ઋણના સ્તરમાં નોંધપાત્ર ઘટાડો કર્યો હતો અને નાણાકીય વર્ષ 2020-21ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ડેટ-ઇક્વિટી રેશિયો 0.6x છે, જે નાણાકીય વર્ષ 2019-20માં 1.26x હતો. કંપની સતત પ્રયાસ કરીને આગામી ત્રિમાસિક ગાળાઓમાં શ્રેષ્ઠ પરિણામો આપવા આતુર છે.”