ભારત પોતાના દેશના નાગરિકોની રક્ષા માટે એક અજ્ઞાત દુશ્મન સામે જંગ લડયું: મોદી
નવીદિલ્હી, રાષ્ટ્રપતિના અભિભાષણ પર થયેલી ચર્ચા પર રાજયસભામાં જવાબ આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટ કાળને લઈને વિપક્ષ પર નિશાન સાધ્યું છે, સાથો સાથ દુનિયામાં ભારત દ્વારા આપવામાં આવી રહેલી મદદનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, સંસદના ગૃહોમાં ખેડૂત આંદોલનને લઈ ચર્ચાઓ તો થઈ, પરંતુ તેના કારણ પર વિપક્ષ મૌન છે. મોદીએ ખેડૂતોને ભરોસો અપાવ્યો કે એમએસપી છે, હતો અને રહેશે. માર્કેટ યાર્ડોને મજબૂત કરવામાં આવી રહ્યા છે. જે ૮૦ કરોડ લોકોને સસ્તામાં રેશન આપવામાં આવે છે તે પણ ચાલુ રહેશે. ખેડુતોની આવક વધારવા માટે બીજા ઉપાય ઉપર બળ આપવામાં આવી રહ્યું છે.
પીએમ મોદીએ કહ્યું કે જાે હવે વિલંબ કરી દઈશું તો ખેડૂતોને અંધકાર તરફ ધકેલી દઈશું. મોદીએ કહ્યું કે, શરદ પવાર સહિત અનેક કાૅંગ્રેસના નેતાઓએ પણ કૃષિ સુધારોની વાત કહી છે. શરદ પવારે હજુ પણ સુધારોનો વિરોધ નથી કર્યો, અમને જે સારું લાગ્યું તે કર્યું, ભવિષ્યમાં સુધાર કરતા રહીશું. પીએમ મોદીએ કહ્યું કે, આજે વિપક્ષ યૂ-ટર્ન લઈ રહ્યો છે, કારણ કે રાજનીતિ હાવી છે. મોદીએ ગૃહમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિવેદન વાચ્યું કે, અમારો વિચાર છે કે મોટા માર્કેટને લાવવામાં જે અડચણો છે, અમારો પ્રયાસ છે કે ખેડૂતોની ઉપજ વેચવાની મંજૂરી હોય. પીએમ કહ્યું કે મનમોહન સિંહે કહ્યું તે મોદીએ કરવું પડવું છે, તમે ગર્વ કરો.
વડાપ્રધાને રાજયસભામાં પોતાની સરકારના નવા કૃષિ સુધાર કાનુનોનો બચાવ કર્યો અને કહ્યંુ કે આ કાનુનોને લાગુ કરવાનો આ યોગ્ય સમય છે વડાપ્રધાને આંદોન કરી રહેલ કિસાનોથી આંદોલન ખમ કરવાની અપીલ પણ કરી અને કહ્યું કે તે એકવાર ગૃહથી પણ વાતચીતનું નિમંત્રણ આપી રહ્યાં છે કે બધા મળી બેસી વાતચીત કરે. તેમણે કિસાનોના મુદ્દા પર કહ્યું કે હું વારંવાર કહી રહ્યો છું આપણે બધા મળી સાથે બેસી વાત કરવા તૈયાર છે તેમણે કહ્યું કે એમએસપી હતું એમએસપી છે અને એમએસપી રહેશે આપણે ભ્રમ ફેલાવવો જાેઇએ નહીં વડાપ્રધાને કહ્યું કે ૧૯૭૧માં એક હેકટરથી ઓછી જમીનવાળા કિસાનોની સંખ્યા ૫૧ ટકા હતી જે આજે વધી ૬૮ ટકા થઇ ગઇ એટલે તે કિસાનોની સંખ્યા વધી રહી છે જેમની પાસે ખુબ ઓછી જમીન છે આજે દેશમાં ૮૬ ટકા એવા કિસાન છે જેમની પાસે બે હેકટરથી પણ ઓછી જમીન છે એવા ૧૨ કરોડ કિસાન છે શું તેમના પ્રત્યે આપણી કોઇ જવાબદારી નથી
વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું કે, આપણે નક્કી કરવાનું રહેશે કે આપણે સમસ્યાનો હિસ્સો બનીશું કે સમાધાનનું માધ્યમ બનો. રાજનીતિ અને રાષ્ટ્રનીતિમાં આપણે કોઈ એકને પસંદ કરવાનું રહેશે. પીએમ મોદીએ કહ્યું કે ગૃહમાં ખેડૂત આંદોલનની ભરપૂર ચર્ચા થઈ, જે પણ કહેવામાં આવ્યું તે આંદોલનને લઈ જણાવવામાં આવ્યું પરંતુ મૂળ વાત પર ચર્ચા ન થઈ. મોદીએ કહ્યું કે, સમગ્ર દુનિયા એક મોટા સંકટ સામે સંઘર્ષ કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સારું થાત કે વિપક્ષ રાષ્ટ્રપતિનું ભાષણ સાંભળતો, પરંતુ તેમના ભાષણનો પ્રભાવ એટલો છે કે વિપક્ષ સાંભળ્યા વગર પણ આટલું બધું તેમના ભાષણ પર બોલી શક્યા છે.
પીએમ મોદીએ કહ્યું કે, કોરોના સંકટ આવ્યો તો ભારત માટે દુનિયા ચિંતિત થઈ હતી. જાે ભારત પોતાની જાતને સંભાળી ન લેત તો દુનિયા માટે સંકટ હશે. ભારતે પોતાના દેશના નાગરિકોની રક્ષા કરવા માટે એક અજ્ઞાત દુશ્મન સામે જંગ લડી. પરંતુ આજે દુનિયા આ વાત પર ગર્વ કરી રહ્યો છે કે ભારતે આ લડાઈ જીતી છે. આ લડાઈ કોઈ સરકાર કે વ્યક્તિની જીત નથી, પરંતુ હિન્દુસ્તાનને તેની ક્રેડિટ જાય છે. વડાપ્રધાને કહ્યું કે, કોરોના કાળ સામે ભારત જંગ જીત્યું. તેના કારણે સમગ્ર દુનિયા ભારતના વખાણ કરી રહી છે પરંતુ વિપક્ષ મજાક ઉડાવી રહી છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જે દેશને ત્રીજા વિશ્વનો હિસ્સો માનવામાં આવે છે, તે ભારતે એક વર્ષમાં બે વેક્સીન બનાવી અને દુનિયાને મદદ પહોંચાડી. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે કોરોનાની વિરુદ્ધ કોઈ દવા નહોતી, ત્યારે ભારતે ૧૫૦ દેશોને દવા પહોંચાડી. હવે જ્યારે વેક્સીન આવી ગઈ છે, ત્યારે પણ દુનિયાને ભારત જ વેક્સીન આપી રહી છે. વડાપ્રધાને કહ્યું કે, દેશની અંદર પણ કેન્દ્ર અને રાજ્યની સરકારોએ મળીને કામ કર્યું છે. વડાપ્રધાન નરેન્દર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, દેશ હવે આઝાદીના ૭૫મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે, એવામાં દરેકનું ધ્યાન દેશ માટે કંઈક કરવું જરૂરી છે. પીએમ મોદીએ કહ્યું કે, સંકટના સમયમાં દુનિયાની નજર ભારત પર છે. વડાપ્રધાને આ દરમિયાન મૈથિલીશરણ ગુપ્તની કવિતા ‘અવસર તેરે લિએ ખડા હૈ, ફિર ભી તૂ ચૂપચાપ પડા હૈ’ પણ ગૃહમાં રજૂ કરી.નોંધનીય છે કે, ખેડૂત આંદોલનને વિપક્ષી પાર્ટીઓનો ટેકો મળી રહ્યો છે. ખેડૂતોની માંગ છે કે ભારત સરકાર નવા કૃષિ કાયદાઓને પરત લે, તેઓ સંશોધન માટે તૈયાર નથી.HS