ભારત ફાઇનાન્સિયલ કર્મચારીઓના કોવિડ-19 રસીકરણનો ખર્ચ ઉઠાવશે
આ પહેલથી 28000થી વધારે કર્મચારીઓને લાભ થશે
હૈદરાબાદ, ઇન્ડસઇન્ડ બેંકની 100 ટકા કે સંપૂર્ણ માલિકીની પેટાકંપની ભારત ફાઇનાન્સિયલ ઇન્ક્લૂઝન લિમિટેડ (બીએફઆઇએલ)એ આજે જાહેરાત કરી હતી કે, કંપની એના 28000થી વધારે કર્મચારીઓનું કોરોનાવાયરસ સામે રક્ષણ કરવા કોવિડ-19 રસીકરણના સંપૂર્ણ ખર્ચનું વહન કરશે. આ પહેલના ભાગરૂપે કંપની એના કર્મચારીઓ બે ફરજિયાત ડોઝ લેશે ત્યારે રસીકરણનો સંપૂર્ણ ખર્ચ રિઇમ્બર્સ કરશે.
આ પહેલ પર ભારત ફાઇનાન્સિયલ ઇન્ક્લૂઝન લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શલાભ સક્સેનાએ કહ્યું હતું કે, “બીએફઆઇએલમાં અમારા કર્મચારીઓનું કલ્યાણ અમારી હંમેશા સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે. કોવિડ-19 રોગચાળાની શરૂઆતથી અમે સંપૂર્ણ વ્યવસાયિક આચારસંહિતાનું પાલન કરીએ છીએ,
જેનાથી અમારી સંપૂર્ણ કર્મચારી ઇકોસિસ્ટમની સલામતી અને સ્વાસ્થ્ય સુનિશ્ચિત થયું હતું. માઇક્રોફાઇનાન્સ હાઇ-કોન્ટેક્ટ બિઝનેસ છે, એમાં અમારા કર્મચારીઓએ સાહસ અને ખંત દાખવ્યું છે, જેનાથી અમને કોઈ પણ મોટા વિક્ષેપ વિના અમારા ગ્રાહકોને સેવા આપવામાં મદદ મળી હતી.
રસીકરણના ખર્ચનું વહન કરવું તેમના પ્રત્યે અમારી કૃતજ્ઞતા વ્યક્ત કરવાની નાની ર ત છે અને સરકારે રસીકરણ અભિયાનનો વ્યાપ વધાર્યો હોવાથી અમે અમારા કર્મચારીઓને તેમની અને તેમના પરિવારજનોની સુખાકારી અને સ્વાસ્થ્યને જાળવવા માટે રસી લેવા પ્રોત્સાહન આપ્યું છે.”
બીએફઆઇએલએ એના કર્મચારીઓ અને સ્થાનિક સમુદાયોને સાથસહકાર આપવા કોવિડ-પ્રેરિત લોકડાઉન દરમિયાન કેટલીક પહેલો હાથ ધરી હતી, જેમાં નિયમિતપણે સંવાદ સામેલ હતો. લોકડાઉન દરમિયાન શાખાઓ અને ઓફિસોમાં સલામતીની કડક આચારસંહિતા જાળવવા ઉપરાંત કંપની સ્થાનિક સરકારી હોસ્પિટલોમાં પણ પહોંચી હતી
તથા પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ સાથે ફ્રન્ટલાઇન આરોગ્યકર્મીઓને તાલીમ અને સાધન પ્રદાન કરવાની સાથે દર્દીઓને નિઃશુલ્ક દવાઓ પણ આપી હતી. કંપનીએ પ્રાઇમ મિનિસ્ટર્સ સિટિઝન આસિસ્ટન્ટ એન્ડ રિલીફ ઇન ઇમરજન્સી સિચ્યુએશન્સ ફંડ (પીએમ કેર્સ ફંડ)માં અભૂતપૂર્વ કટોકટી સામે લડવામાં મદદ કરવા રૂ. 1 કરોડનું પ્રદાન પણ કર્યું હતું.