ભારત-બાંગ્લા સરહદે કાપી, ચઢી ન શકાય એવા તાર લગાડાશે
નવી દિલ્હી, પશ્ચિમ બંગાળને અડીને આવેલી ભારત-બાંગ્લાદેશ સરહદ પર આધુનિક તારબંધી કરવામાં આવી રહી છે. આ સરહદ પર બીએસએફ એવા તાર લગાવડાવી રહ્યું છે જેને કાપી પણ નહીં શકાય અને તેના પર ચઢી પણ નહીં શકાય. બંગાળ સરહદના સીમા સુરક્ષા બળના આઈજી અજય સિંહે જણાવ્યું કે, વર્તમાન ફેન્સિંગ ખૂબ જ જૂની છે. તેના બદલે નવી મજબૂત ફેન્સિંગ કરવામાં આવી રહી છે.
આશરે ૨૦ કિમીના વિસ્તારમાં અત્યાધુનિક તારબંધી કરી દેવાઈ છે. તેના પર ચઢી પણ નહીં શકાય અને તેને કાપી પણ નહીં શકાય. આ ફેન્સિંગ સસ્તી પણ છે અને ઘણા લાંબા સમય સુધી ચાલી શકે તેમ પણ છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઘૂસણખોરી એ એક મોટી સમસ્યા છે. આ સરહદેથી તસ્કરી અને ગેરકાયદેસર રીતે અવર-જવર રોકવા બીએસએફ ખૂબ જ મહેનત કરી રહ્યું છે.
આ કારણે જ સરહદે અત્યાધુનિક વાડ લગાવવામાં આવી રહી છે. ભારત-પાકિસ્તાન અને ભારત-બાંગ્લાદેશ સરહદે ઘૂસણખોરી, તસ્કરી અને આતંકવાદી ગતિવિધિઓ પર નજર રાખવા માટે બીએસએફ અનેક તકનીકોનો ઉપયોગ કરી રહ્યું છે. આ તકનીકમાં એન્ટી ટનલ સોલ્યુશન, આઈઈડી શોધી કાઢવા અને ગાઢ ધુમ્મસમાં સરહદની ચોકસાઈ માટેના ઉપકરણોનો સમાવેશ થાય છે.
બીએસએફ દેશમાં ઉપસ્થિત સર્વિલાંસ ઉપકરણોની પણ મદદ લઈ રહ્યું છે અને તેનો મોટો ફાયદો થયો છે. વ્યાપક સંકલિત બોર્ડર મેનેજમેન્ટ સિસ્ટમ, જેને લગાવવામાં બહુરાષ્ટ્રીય કંપનીઓ લાગેલી છે તે મોંઘુ પણ છે. બોર્ડર સર્વિલાંસ માટે હવે ઓછા ખર્ચાળ અને સ્વદેશી ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
૩-૪ વર્ષ પહેલા બીએસએફમાં વ્યાપક સંકલિત બોર્ડર મેનેજમેન્ટ સિસ્ટમ (સીઆઈબીએમએસ)ની ટ્રાયલ શરૂ થઈ હતી. આ તકનીકી સિસ્ટમ પાકિસ્તાન અને બાંગ્લાદેશની સરહદે લગાવવામાં આવી રહી છે. તેનો મોટો ફાયદો એ છે કે, તેની મદદથી ખરાબ હવામાન, ધુમ્મસ અને બરફવર્ષા દરમિયાન પણ વ્યક્તિ, પશુ-પક્ષી અને અન્ય કોઈ ઉપકરણની તસવીર બિલકુલ સ્પષ્ટ દેખાય છે.SSS