Western Times News

Gujarati News

ભારત બાયોટેકે કોવેક્સિનો ઉપયોગ કરવા મંજૂરી માગી

નવી દિલ્હી: ફાઇઝર અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા બાદ હૈદરબાદની ફાર્માસ્યુટિકલ કંપની ભારત બાયોટેકએ પોતાની કોવિડ-૧૯ વેક્સીન માટે ઇમરજન્સી ઉપયોગની સ્વીકૃતિ મેળવવા માટે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાને અરજી કરી છે. કોવૈક્સીન વેક્સીનનો વિકાસ ભારત બાયોટેક દ્વારા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની સાથે મળી સ્વદેશમાં કરવામાં આવી રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૪ ડિસેમ્બરે એક સર્વપક્ષીય બેઠકમાં આશા વ્યક્ત કરી હતી કે કોવિડ-૧૯ની વેક્સીન થોડાક સપ્તાહમાં તૈયાર થઈ શકે છે. અમેરિકાની ફાર્મા. કંપની ફાઇઝરના ભારતીય યૂનિટે ડીસીજીઆઈને પોતાની વેક્સીનના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગી છે. આ પહેલા આ કંપનીને બ્રિટન અને બહરીનમાં આ પ્રકારની સ્વીકૃતિ મળી ચૂકી છે. સીમર ઇન્સ્ટિટ્યૂટે ઓક્સફર્ડની કોવિડ વેક્સીન કોવિશીલ્ડ માટે ૬ ડિસેમ્બરે આ સંબંધમાં મંજૂરી માંગી હતી.

ભારત બાયોટેક, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા તથા ફાઇઝરની અરજીઓ પર સીડીએસસીઓમાં કોવિડ-૧૯ પર વિષય વિશેષજ્ઞ સમિતિ આવનારા દિવસોમાં વિચાર કરશે. અધિકૃત સૂત્રોએ જણાવ્યું કે, જાેકે તેમાંથી હજુ સુધી કોઈ પણ અરજી સમિતિને નથી મોકલવામાં આવી અને આ વિશે કોઈ તારીખ નક્કી કરવમાં આવી કે ક્યારે સમિતિ અરજીઓનું મૂલ્યાંકન કરવા માટે બેઠક કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.