ભારત બાયોટેકે નસલ રસીના ટ્રાયલ માટેની મંજૂરી માગી
નવી દિલ્હી, કોરોના વેક્સીનને લઇ ભારતમાં વધુ એક પગલું ભરાયું છે. ભારત બાયોટેકે દેશમાં નસલ રસીના ટ્રાયલને મંજૂરી આપવા માટે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (ડીસીજીઆઈ)ને પ્રપોઝલ મોકલી દીધું છે. જાે ટ્રાયલમાં નસલ રસીને સફળતા પ્રાપ્ત થાય છે તો દેશમાં કોરોનાની વિરૂદ્ધ જંગમાં મોટી સફળતા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે આ રસીને ખભા પર ઇન્જેકશનથી નહીં પરંતુ નાક દ્વારા અપાય છે. રિસર્ચમાં જાણવા મળ્યું કે આ વધુ અસરકારક હોય છે. ભારત બાયોટેકે વૉશિંગ્ટન યુનિવર્સિટીની સાથે મળીને નસલ રસી પર રિસર્ચ કર્યું છે અને તેને તૈયાર કરી છે. એવામાં હવે ભારતમાં પહેલાં અને બીજા તબક્કાના ટ્રાયલ માટે મંજૂરી માંગવામાં આવી છે. કંપનીના મતે શરૂઆતમાં તેનું ટ્રાયલ નાગપુર, ભુવનેશ્વર, પૂણે અને હૈદરાબાદ જેવા શહેરોમાં કરાશે.
આ રસીના ટ્રાયલ માટે ૧૮ થી ૬૫ વર્ષ સુધીના લોકોને વોલેન્ટિયર તરીકે લવાશે જેથી કરીને ટ્રાયલ સફળતાપૂર્વક ચલાવી શકાય. અત્યાર સુધી બજારમાં જે વેક્સીન આવે છે કે પછી જે વેક્સીનને ભારતમાં મંજૂરી મળી છે તેને ખભા પર ઇંજેકશન દ્વારા અપાય છે. જાે કે દ્ગટ્ઠજટ્ઠઙ્મ વેક્સીનને નાક દ્વારા અપાય છે.
ભારત બાયોટેકની તરફથી પણ દાવો કરાયો હતો કે નસલ રસીને લઇ તેમણે જે રિસર્ચ કર્યું છે તેમાં આ વધુ અસરકારક સાબિત થઇ છે. જાે આ બજારમાં સફળતાપૂર્વક આવે છે તો દેશમાં કોરોનાની વિરૂદ્ધ લડાઇમાં ગેમચેન્જર સાબિત થશે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં અત્યાર સુધીમાં કુલ બે રસીને ઉપયોગની મંજૂરી મળી ચૂકી છે. પહેલી સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાની કોવિશીલ્ડ તો બીજી ભારત બાયોટેકની કોવેક્સીન છે. દેશમાં ટૂંક સમયમાં જ મોટાપાયા પર રસીકરણની શરૂઆત થઇ શકે છે, શુક્રવારના રોજ દેશવ્યાપી ડ્રાઇ રન થઇ રહ્યું છે.SSS