ભારત બાયોટેકે રાજધાનીમાં રસી આપવાનો ઇનકાર કર્યો : સિસોદિયા
નવીદિલ્હી: ઓક્સિજન બાદ હવે દિલ્હીને રસીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ કહ્યું છે કે ભારત બાયોટેક અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી કુલ ૧.૩૪ કરોડ રસીની માંગ કરવામાં આવી હતી, પરંતુ કોવેક્સિન ઉત્પાદક ભારત બાયોટેકે વધુ રસી આપવાનો ઇનકાર કર્યો છે. નાયબ મુખ્ય પ્રધાને કહ્યું કે, રસી ઉપલબ્ધ ન હોવાને કારણે ગઈકાલે પત્ર લખીને કોવેક્સિન રસી આપવાનો ઇનકાર કરી દીધો છે.
મનીષ સિસોદિયાએ ભારત બાયોટેક દ્વારા મોકલેલો પત્ર વાંચ્યો. તેઓનું કહેવું છે કે, , ‘અમે સંબંધિત સરકારી અધિકારીઓની સૂચના અનુસાર રાજ્યોને રસી આપી રહ્યા છીએ. જેટલી કેન્દ્ર કહી રહ્યું છે તેના કરતાં અમે વધુ રસી આપી શકતા નથી. સિસોદિયાએ વધુમાં કહ્યું કે, “તે સ્પષ્ટ છે કે તેઓ કેન્દ્ર સરકારના અધિકારીઓ છે.
હવે કોવેક્સિનનો પુરવઠો દિલ્હીને બંધ કરવામાં આવ્યો છે. તેઓએ સ્પષ્ટ કહ્યું છે કે કેન્દ્ર સરકારે રસી આપવી પડશે. કયા રાજ્યમાં કયા રસી જશે, કેટલું જશે વિદેશમાં મોકલવામાં આવશે, આ કેન્દ્ર સરકાર ર્નિણય કરી રહી છે. “
દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાને કહ્યું, ‘અમારી પાસે જે રસીનો સ્ટોક હતો તે પુરો થઈ ગયો. અમારી પાસેના કોવિશિલ્ડના કેન્દ્રો ચાલી રહ્યા છે. અમારે કોવેક્સિન કેન્દ્રો બંધ કરવા પડશે. ૧૭ શાળાઓમાં ૧૦૦ થી વધુ કોવિશિલ્ડ કેન્દ્રો બંધ કરવા પડ્યા છે.