ભારત બાયોટેક કોરોનાની વેક્સિનના 1 અબજ ડૉઝ બનાવશે
નવી દિલ્હી, દેશ અને દુનિયામાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. ભારતે અમેરિકાને પણ આ મામલે ટક્કર આપી દીધી છે. અનેક દેશોએ ભારતથી આવતા વિમાનો પર પ્રતિબંધ મૂકી5 દીધો છે. તેવામાં હવે ભારતમાં કોરોના વાયરસની રસી પર જ તમામ મદાર છે. આ સ્થિતિમાં દેશી કંપની ભારત બાયોટેક દ્વારા બુધવારે આશાસ્પદ જાહેરાત કરવામાં આવી છે. કંપનીએ એક જાહેરાતમાં જણાવ્યું છે કે તે કોરોના વાયરસની નાકથી લઈ શકાય તેવી એક અબજ ડોઝ બનાવશે. કંપનીનું કહેવું છે કે આ રસી અમેરિકાની વૉશિંગ્ટન સ્કૂલ ઑફ મેડિસીન સાથએ મળીને તૈયાર કરવામાં આવશે.
ભારત બાયોટેકને અમેરિકા, જાપાન અને યુરોપ સિવાય અન્ય તમામ બજારોમાં કોરોના વાયરસની આ રસી વિતરિત કરવાનો અધિકાર છે. જે કંપનીએ નોવેલ ચિમ્પ-એડેનોવાયરસ ઉમેદવાર માટે યુનિવર્સિટી સાથે લાઇસેંસિંગ કરાર કર્યો છે. પ્રથમ તબક્કામાં સેન્ટ લૂઇસ યુનિવર્સિટીના ટ્રીટમેન્ટ ઇવોલ્યુશન યુનિટ અને મિઝોરીમાં હ્યુમન ટ્રાયલ થશે.
કંપનીએ કહ્યું છે કે ભારત બાયોટેકને ભારતમાં વધુ ક્લિનિકલ ટ્રાયલ કરવા માટે જરૂરી નિયમનકારી મંજૂરીની પણ જરૂર છે. ભારત બાયોટેક, જીનામ વેલી, હૈદરાબાદમાં સ્થિત તેના એકમ ખાતે કોરોના રસીનું મોટા પાયે ઉત્પાદન પણ કરશે.એડેનોવાયરસ રસી એ મૂળ રૂપે એવી રસીઓ છે જે આનુવંશિક રીતે સુધારેલા વાયરસનો ઉપયોગ શરીરના કોષો માટે કોડ રાખવા માટે કરે છે.