ભારત બાયોટેક કોવેક્સિન માટે જૂન ૨૦૨૧માં અરજી કરશે
ભારત બાયોટેક સિવાય સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ઝાયડસ કેડિલા રસીની ટ્રાયલ પણ ચાલી રહી છે
નવી દિલ્હી, ભારત બાયોટેકને આશા છે કે તે જૂન ૨૦૨૧ સુધીમાં કોવાક્સિનને લઈને રેગ્યુલેટરી એપ્રુવલને માટે એપ્લાય કરી દેશે. કંપનીનો અંદાજ છે કે દેશમાં ચાલી રહેલી ટ્રાયલ્સમાંથી ડેટા કાઢવામાં ઓછામાં ઓછા છ મહિનાનો સમય લાગશે. ભારત બાયોટેકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાઇ પ્રસાદે અમારા સહયોગી ઇકોનોમિક ટાઇમ્સ સાથે વાત કરતાં કહ્યું છે કે, કંપનીએ વેક્સીનની તાત્કાલિક મંજૂરી અંગે સરકાર સાથે વાત પણ કરી નથી. હાલમાં કોવાક્સિનના ફેઝ ૧-૨ ક્લિનિકલ ટ્રાયલ્સ પૂર્ણ થઈ છે. ટૂંક સમયમાં ૨૬ હજારથી વધુ લોકો પર આ રસીના ત્રીજા તબક્કાની ટ્રાયલ શરૂ થશે. કંપનીએ કોરોના વાયરસ રસી પર ૪૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે, જેનો મોટાભાગનો ખર્ચ ટ્રાયલ્સ પર ખર્ચ કરવામાં આવી રહ્યો છે.
ભારત બાયોટેકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાઇ પ્રસાદે અમારા સહયોગી ઈકોમોનિક ટાઇમ્સને કહ્યું કે, ‘ઇમરજન્સી મંજૂરી આપણા હાથમાં નથી. ભારતમાં ડ્રગ કંટ્રોલર્સ પાસે તે તમામ ડેટા છે જે અમારી પાસે છે અને તેઓ ઇચ્છે તો કોઈ પણ સમયે વેક્સીનને ઇમરજન્સી એપ્રુવલ આપી શકે છે. સરકારે પણ સંકેત આપ્યો છે કેટલીક ઈન્ડસ્ટ્રીઝને જરૂર પડે તો સીધી વેક્સીન ખરીદી શકે છે. તેથી આવા મુદ્દાઓ પર સરકારે જ ર્નિણય લેવો પડશે.’
સાઇ પ્રસાદે વધુમાં કહ્યું કે, ભારત જેવા મોટા દેશમાં કોઈપણ રસીની મોટી ટ્રાયલ જરૂરી છે. તેમણે કહ્યું, ‘અમને લાગ્યું કે મોટાભાગની આંતરરાષ્ટ્રીય કંપનીઓ કરે છે તેવી જ રીતે આપણા કદના દેશમાં પણ મોટા પાયે (રસી) અસરોની ટ્રાયલ કરવી મહત્વપૂર્ણ છે. અમારા માટે રસીની સેફ્ટી સૌથી વધુ મહત્વની છે.’ તેમણે કહ્યું કે, જો કંપની ફેઝ ૩ ટ્રાયલ પૂર્ણ થવાની રાહ જોવે તો ફાઈનલ લાઇસન્સ આવતા વર્ષના બીજા ક્વાર્ટર સુધીમાં આવી શકે છે. ભારત બાયોટેક અનુસાર, કોવાક્સિનનો પ્રારંભિક ડેટા સારો રહ્યો છે. કંપની એ પણ શોધી રહી છે કે શું આ રસીમાંથી ઉત્પન્ન થતી એન્ટિબોડીઝ સાર્સ-કોવ-૨ સિવાય કોરોના વાયરસ સામે રક્ષણ આપે છે કે કેમ? આ તપાસવા માટે કંપનીએ પ્રારંભિક નમૂનાઓ પુણેમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરલોજી (એનઆઈવી)ને મોકલી દીધા છે. જણાવી દઈએ કે વિશ્વભરમાં વેક્સીન બનાવતી કેટલીક કંપનીઓએ સંકેત આપ્યો છે કે તેઓ ૨૦૨૦ના અંત પહેલા રસી લોન્ચ કરી શકે છે. જો કે, ભારતની પરિસ્થિતિ સ્પષ્ટ નથી કે પહેલી રસીને ક્યારે મંજૂરી મળશે.SSS