Western Times News

Gujarati News

ભારત બાયોટેક વેક્સિન સ્ટોકને કરશે રી-લેબલ, એક્સપાયરી ડેટ 9થી વધારીને 12 મહિના કરવા મંજૂરી

નવી દિલ્હી, DCGIએ પ્રમુખ વેક્સિન નિર્માતા ભારત બાયોટેકને વેક્સિન સ્ટોકને રી-લેબલ કરવા માટેની મંજૂરી આપી છે. ભારત બાયોટેકની કોવેક્સિનની એક્સપાયરી અવધિ પહેલા 9 મહિનાની હતી જેને વધારીને હવે 12 મહિના કરી દેવામાં આવી છે.

કોવેક્સિનને રી-લેબલ કરવા માટે ભારત બાયોટેક હોસ્પિટલ્સમાં રહેલા વેક્સિન સ્ટોકને પાછો મગાવી રહ્યું છે અને હવે તે સ્ટોકને રી-લેબલ કરવામાં આવશે. વેક્સિનની એક્સપાયરી અવધિ લંબાયા બાદનું લેબલ લાગશે ત્યાર બાદ તેને જરૂરિયાત ધરાવતી જગ્યાઓએ પહોંચાડવામાં આવશે.

જાણવા મળ્યા મુજબ ભારત બાયોટેક ઉપયોગમાં ન લેવાયેલો વેક્સિન સ્ટોક પાછો મગાવી રહ્યું છે અને તેની એક્સપાયરી અવધિ અપડેટ કરી રહ્યું છે. વેક્સિનને રી-લેબલ કરવામાં આવી રહી છે. DCGIએ સ્ટડી બાદ એક્સપાયરી ડેટ લંબાવવાની મંજૂરી આપી હતી. હવે આ વેક્સિન 12 મહિના સુધી ઉપયોગમાં લેવાને લાયક બની જશે. DCGIને સોંપવામાં આવેલા અભ્યાસના આંકડાઓ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્ટોકનો ઉપયોગ બાળકો માટે ચાલી રહેલા વેક્સિનેશન અભિયાન માટે પણ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.