ભારત માટે ઝાકળ ટી૨૦ વર્લ્ડ કપમાં હજુ સમસ્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/India-cricket-1024x576.jpg)
નવી દિલ્હી, ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી વર્લ્ડકપની પહેલી મેચમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. અહીં કમાલની વાત એ હતી કે પાકિસ્તાને એક પણ વિકેટ ગુમાવ્યા વિના ભારત સામેની મેચ જીતી લીધી હતી. હવે ભારતની આગામી મેચ સમયે થવા જઈ રહી છે.
જાેકે, અહીં એક મહત્વના ફેક્ટરની વાત કરીએ તો દુબઈમાં સૌથી મોટી મુશ્કેલી ડ્યુ ફેક્ટરના લીધે થઈ રહી છે. આ માત્ર ભારત નહીં પરંતુ ટોસ હારનારી ટીમ માટે મુશ્કેલી ઉભી કરી રહી છે. ડ્યુ ફેક્ટર સામે કઈ રીતે મેદાનમાં ઉતરવું તેના માટે ભારતીય ટીમે તૈયારી શરુ કરી દીધી છે.
રવિવારની મેચ પછી વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે પાકિસ્તાને ભારતને જરુર હરાવ્યું પરંતુ ભારતીય બોલર પાકિસ્તાનની એક પણ વિકટ ના લઈ શક્યા તેની પાછળ ડ્યુ ફેક્ટર મહત્વનું છે. કોહલીએ કહેલું કે ડ્યુના કારણે મોટી અસર પડતી હોય છે.
વિરાટે કહ્યું કે, તેમણે અમને હરાવ્યા પરંતુ આવી પરિસ્થિતિમાં ટોસ જીતવો જરુરી. આવામાં એક મેચ છોડી દઈએ કે જેમાં અફઘાનિસ્તાને સ્કોટલેન્ડને હરાવ્યું હતું, અત્યાર સુધીના આયોજનમાં કોઈ પણ ટીમે પહેલી બેટિંગ પસંદ નથી કરી. આવું પહેલીવાર નથી બની રહ્યું, ૨૦૧૪માં ટી૨૦ વર્લ્ડકપ બાંગ્લાદેશમાં રમાયો હતો. તે સમયે પણ ડ્યુના કારણે ખેલાડીઓ પરેશાન હતા.
આ પરિસ્થિતિનો સામનો કરવા માટે ખેલાડીઓ પ્રેક્ટિસ દરમિયાન બોલને પાણીની ડોલમાં ડૂબાડતા હતા. બાંગ્લાદેશમાં ડ્યુથી છૂટકારો મેળવવા માટે આઈસીસીએ આઉટફીલ્ડ પર સ્પ્રે કરવા માટે ભારતથી સ્પેશિયલ એન્ટી ડ્યુ જેલની આયાત કરી હતી.
હવે ક્રિકેટરો આ વખતે કેવું પ્રદર્શન કરે છે તેના પર સૌની નજર રહેશે, કારણ કે ડ્યુ અડચણ ઉભી કરશે પરંતુ ખેલાડીએ તેનો સામનો તો કરવો જ પડશે. એક અખબારે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે કામ કરતા લોકો સાથે વાત કરીને હકીકત જાણવાની કોશિશ કરી હતી.
જેમાં જાણવા મળ્યું કે ડ્યુ ફેક્ટરનો સામનો કરવા બેંગ્લુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (એનએસએ)માં પાઠ્યક્રમનો ભાગ બની ગયો છે અને ભારતીય ટીમ તેની રુટીન પ્રક્ટિસ કરે છે. પ્રેક્ટિસ દરમિયાન બોલ ભીનો કરવા પાછળનો ઈરાદો ખેલાડીઓને ભીનો બોલ પકડવાની આદત પડે. એવું જરાય નથી કે બોલરને એ જ ફીલ આવે કે જે ડ્યુવાળા બોલ દરમિયાન આવતી હોય છે, પરંતુ તેમના માટે તે નવી કે આશ્ચર્યવાળી વાત નહીં હોય.
તમે ચામડાના બોલને લાંબો સમય સુધી પલાડી ના શકો, કારણ કે ચામડાના બોલને વધારે સમય પાણીમાં રાખ્યો તો તે તેની પ્રાકૃતિકતા ગુમાવી દેશે. ડ્યુવાળા બોલથી બોલર માટે ફૂલ લેન્થ બોલ કરવો મુશ્કેલ બની શકે છે, આ સિવાય યોર્કર બોલ ખોટો પડવાની સંભાવના વધી જાય છે. જે કોઈ પણ બોલરનું સૌથી મોટું હથિયાર છે.
જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીને હાર્ડ લેન્થ મારવા માટે માનવામાં આવે છે. ભુવનેશ્વર કુમાર અને શાર્દુલ ઠાકુલ સ્વિંગ અને ધીમો બોલ નાખવાનું પસંદ કરશે. કોહલીએ ભારપૂર્વ કહ્યું કે, તેમની ટીમને ખબર છે કે સ્થિતિ ક્યાં ખરાબ થઈ હતી અને અઠવાડિયા સુધીના બ્રેકમાં તેમની ટીમને સ્થિતિને સભાળવામાં મદદ મળશે. એ નક્કી છે કે અઠવાડિયાનો મોટાભાગનો સમય ડ્યુવાળી પરિસ્થિતિ માટે પસાર કરવો પડશે.SSS