ભારત માટે સારી ખબર: કોરોના વાયરસ હજી કોમ્યુનિટી લેવલે ફેલાયો નથી

નવી દિલ્હી, ભારતમાં કોરોના વાયરસના સતત વધી રહેલા કેસ વચ્ચે એક સારો સંકેત એ મળ્યો છે કે, ભારતમાં સામૂહિક સ્તરે એટલે કોમ્યુનિટી લેવલે આ વાયરસ હજી સુધી પ્રસર્યો નથી. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે દાવો કર્યો છે કે, દેશના અલગ અલગ હિસ્સામાંથી 1000 રેન્ડમ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ એવા વ્યક્તિઓ હતા કે જે નહોતા વિદેશ ગયા કે કોઈ એવા વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા હતા જે વિદેશ ગયા હોય. આ સેમ્પલના આધારે સામે આવ્યુ છે કે, ભારતમાં હજી કોરોના વાયરસે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ નથી કે એક બીજાના સંપર્કમાં આવવાથી પ્રસરી જાય. આઈસીએમઆર દ્વારા હવે આ રીતે દર સપ્તાહે રેન્ડમ સેમ્પલ લઈને ચકાસણી કરવામાં આવશે. જેના પરિણામોના આધારે સરકાર દેશમાં કોરોના વાયરસ સામે લડવાની નીતિમાં જરૂર પડે તો ફેરફાર કરતી રહેશે.