ભારત રશિયાની જેમ તુટી શકે છેઃ શિવસેના નેતા સંજય રાઉતનો લેખ
મુંબઇ, શિવસેનાના રાજયસભા સાંસદ અને વરિષ્ઠ નેતા સંજય રાઉતે પાર્ટીના મુખપત્ર સામનામાં એક વિશેષ કોલમમાં લખ્યું છે કે આપણા વડાપ્રધાન રાજય સરકારોને અસ્થિર કરવામાં રસ લઇ રહ્યાં છે અને આવી સ્થિતિમાં ભારત રશિયાની જેમ તુટી જશે ભારતે રાઉતે આ લેખ પર સખ્ત વાંધો ઉઠાવ્યો અને મહારાષ્ટ્રરમાં સત્તારૂઢ શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ટીકા કરી છે ભાજપે કહ્યું કે શિવસેનાએ દેશના શહીદોનું અપમાન કર્યુું છે.
રાઉતે લેખમાં લખ્યું સરકારની પાસે પૈસા નથી પરંતુ તેમની પાસે ચુંટણી જીતવા માટે, સરકારો તોડી પાડવા બનાવવા માટે પૈસા નથી જાે અમારા વડાપ્રધાનને આ સ્થિતિમાં રાતમાં સારી ઉધ આવી રહી છે તો તેમની પ્રશંસા કરવી જાેઇએ ભાજપ નેતા વિજયવર્ગીયે સનસનીખેજ ખુલાસો કરતા કહ્યુું હતું કે વડાપ્રધાન મોદીએ મધ્યપ્રદેશમાં કોંગ્રેસની કમલનાથ સરકારને તોડી પાડવા માટે વિશેષ પ્રયાસ કર્યો હતો.
રાઉતે કહ્યું કે જાે આપણા વડાપ્રધાન રાજય સરકારોને અસ્થિર કરવામાં વિશેષ રસ લઇ રહ્યાં છે તો શું થશે રાજનીતિ અહંકાર માટે મુંબઇની મેટ્રોને અવરોધ કરી દીધી જાે કેન્દ્ર સરકારને આ વાતનો અહેસાસ થયો નથી કે આપણે રાજનીતિક લાભ માટે લોકોને નુકસાન પહોંચાડી રહ્યાં છીએ તો જેવું રશિયાના રાજય તુટયા તેવી રીતે આપણા દેશમાં થવામાં વધુ સમય લાગશે નહીં
ચીનની સાથે સીમા વિવાદ પર શિવસેના સાંસદે કહ્યું કે ચીની સૈનિક ૨૦૨૦માં હિન્દુસ્તાની સીમામાં ધુસ્યા તેમણે આપણી જમીન પર કબજાે કર્યો ચીની સૈનિકોને આપણા પાછળ ધકેલી શકયા નહીં પરંતુ સંકટથી લોકોનું ધ્યાન હટાવવા માટે રાષ્ટ્રવાદની એક નવી છડીનો ઉપયોગ કર્યો ચીની વસ્તુઓ અને ચીની રોકાણના બહિષ્કારનો પ્રયાર કરવામાં આવ્યો ચીની રોકાણ પર અંકુશ લગાવવાની જગ્યાએ ચીનની સેનાને પાછળ ધકેલી હોત તો રાષ્ટ્રવાદ તીવ્રતાથી ચમકતુ જાેવા મળેત તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે કિસાનોનો મુદ્દો ઉકેલવો જાેઇએ