ભારત, રશિયા અને ચીનની વચ્ચે નજીકના ભવિષ્યમાં ત્રિપક્ષીય બેઠક શક્ય

નવીદિલ્હી, ભારત, રશિયા અને ચીનની વચ્ચે જલ્દી ત્રિપક્ષીય શિખર વાર્તા થઈ શકે છે. રશિયાએ હાલમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની સાથે વર્ચ્યૂઅલ બેઠક દરમિયાન રશિયા- ભારત-ચીન શિખર સંમેલન આયોજિત કરવા પર ચર્ચા કરી હતી.
રશિયાનો દાવો છે કે ચીને આના પર ઔપચારિક સહમતિ પ્રકટ કરી છે. જાે કે ભારત તરફથી હાલ આને લઈને કોઈ ખરાઈ કરવામાં આવી નથી ન વાતને ફગાવવામાં આવી. એટલા માટે મનાઈ રહ્યું છે કે નજીકના ભવિષ્યમાં ત્રિપક્ષીય બેઠક શક્ય છે જેમાં ત્રણ દેશોના રાષ્ટ્રાધ્યક્ષ રહેશે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને હાલમાં ભારતનો પ્રવાસ અને તે બાદ ચીની રાષ્ટ્રપતિથી થયેલી વર્ચ્યૂઅલ શિખર વાર્તાને ધ્યાનમાં રાખીને આ ઘટનાક્રમને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તાસ એજન્સીએ રશિયાના રાષ્ટ્રપતિના પ્રવક્તાના હવાલાથી કહ્યું છે કે રાષ્ટ્રપતિ પુતિને શી જિનપિંગન સામે પોતાની દિલ્હી પ્રવાસનો ઉલ્લેખ કર્યો અને એ વાત પર ભાર મૂક્યો કે બહું જલ્દી ત્રિપક્ષીય શિખર સંમેલન થવું જાેઈએ.
આ ફોર્મેટમાં ગત વાર્તા જાપાનના ઓસકામાં જી -૨૦ બેઠક દરમિયાન જૂન ૨૦૧૯માં થઈ હતી. જેમાં પીએમ મોદી, પુતિન અને જિનપિંગ હાજર હતા.
એ બાદ વાર્તા નહોતી થઈ શકી. જેનું કારણે કોરોના, ભારત, ચીનની વચ્ચે ઉત્પન્ન તણાવ વગેરે હોઈ શકે છે. જાે કે આ વર્ષે ગત ૨૬ નવેમ્બરે ૩ દેશોના વિદેશ મંત્રીઓની વચ્ચે વર્ચ્યૂઅલ રીતે બેઠક થઈ હતી. આ અંગે સવાલ પુછવા પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે મીડિયામાં સૂચનાઓ આવી છે પરંતુ આ મુદ્દા પર હાલ તેમની પાસે આપવા માટે કોઈ જાણકારી નથી. જાે કે તેમણે કહ્યું કે આરઆઈસી (રશિયા-ભારત-ચીન) ફોર્મેટમાં વિદેશી મંત્રીઓની વચ્ચે વાર્તા થઈ છે.
ઉલ્લેખનીય છે કે પૂર્વ લદ્દાખમાં ગત વર્ષ ભારત- ચીન સીમા પર ભારત- ચીનના સૈનિકો વચ્ચે અથડામણ બાદ બન્ને દેશોના સંબંધ વણસ્યા હતા. જેમાં સુધારો થઈ શકે છે.HS