ભારત વિકાસ પરિષદની અનોખી પહેલ, વિકાસથી વંચીત સુરપુર પાદર ગામને દત્તક લઇ આદર્શ ગામ બનાવવાનો સંકલ્પ
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: સંપર્ક, સહયોગ,સંસ્કાર, સેવા અને સમર્પણ એમ પંચસૂત્રીય આયામને સમર્પિત ભારત વિકાસ પરિષદ મોડાસા શાખા એક પછી એક સેવા કાર્યોની સુવાસ અરવલ્લી જીલ્લામાં પ્રસરી રહી છે પર્યાવરણ બચાવો,સ્વચ્છતા અભીયાન સહીત અનેક જનજાગૃતિના કાર્ય કરતી ભારત વિકાસ પરિષદે અનોખી પહેલ હાથધરી છે જેમાં મોડાસા તાલુકાના સુરપુર-પાદર ગામને દત્તક લઇ આદર્શ ગામ બનાવવાનો નીર્ધાર કર્યો છે જે અંતર્ગત પરિષદના કાર્યકરો ગામની સતત મુલાકાત કરી ગ્રામજનો સાથે સત્સંગ કરી ગામને કઈ રીતે ઝડપથી આદર્શ બનાવી શકાય તે માટે પ્રયત્નશીલ રહી ગામની અનોખી ઓળખ ઉભી કરશે તેમ જણાવ્યું હતું
અરવલ્લી જીલ્લાના અંતરીયાળ ગ્રામ્ય વિસ્તારો આઝાદીના ૭ દાયકા પછી પણ વિકાસની પાપા-પગલી માંડી રહ્યા છે ત્યારે ભારત વિકાસ પરિષદ મોડાસા શાખાએ વિકાસ ઝંખતા ગ્રામ્ય વિસ્તારોનો સર્વે કર્યા પછી સુરપુર-પાદર ગામને વિકાસશીલ અને આદર્શ બનાવવાનો સંકલ્પ કર્યા છે જેમાં ગામના બાળકોને અભ્યાસ માટે પ્રોત્સાહીત કરવા રવિવારે ભારત વિકાસ પરિષદના ઉત્સાહી પ્રમુખ ર્ડો નાગેન્દ્રસિંહ બિહોલા ના માર્ગદર્શનમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ દેશી હિસાબ પહેલું કદમ, કંપાસબોક્સ,સ્કૂલ ઇન્ડોર ગેમ(રમકડાં), ચપ્પલ, ટિફિનબોક્સ જેવી જરૂરી વસ્તુઓનું વીતરણ કર્યું હતું
તેમજ ગામના અગ્રણીઓ સાથે મંત્રી રાજેન્દ્રભાઇ પટેલ,ખજાનચી ગૌરાંગભાઈ સોની, ઉપપ્રમુખ બિહારીભાઈ પટેલ, ઉત્તમ પટેલ, ડૉ નિતેશ પ્રજાપતિ, કનુભાઈ પ્રજાપતિ, કમેલશ ગાંધી, સંદીપભાઈ શાહ સહીત પરિષદના કાર્યકરોએ વાર્તાલાપ કર્યો હતો આ પ્રસંગે સ્થાનિક શાળાના આચાર્ય નીતાબેન પંચાલનો પણ સહયોગ પ્રાપ્ત થયો હતો સુરપુર-પાદર ગામના લોકોએ ભારત વિકાસ પરિષદની અનોખી પહેલને આવકારી સરાહના કરી હતી
ભારત વિકાસ પરિષદ અરવલ્લી જીલ્લાના પ્રમુખ એન.જી.બિહોલાએ જણાવ્યું હતું કે આ દત્તક ગામમાં સમગ્ર વર્ષ દરમ્યાન સમયાંતરે મુલાકાત લઈને આદર્શ ગામ બનાવવા નો સંકલ્પ લેવામાં આવ્યો છે અને સુરપુર-પાદર ગામને ઉત્તમ ગામ બનાવવા માટે કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું