ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્મા અને શેઠ કે ટી હાઈસ્કૂલના ઉપક્રમે ગુરુવંદના છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ)ખેડબ્રહ્મા, ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્મા અને શેઠ કે.ટી. હાઈસ્કૂલ ખેડબ્રહ્માના સંયુક્ત ઉપક્રમે શાળાના હોલમાં તારીખ ૪ ના રોજ સવારે ૧૦ઃ૩૦ કલાકે ૨૦૦ જેટલી બાળાઓની હાજરીમાં ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો.
માતા પિતાના પૂજન સાથે ગુરુગણ નું પૂજન કરી ગુરુવંદના કાર્યક્રમને સાર્થક કરતા એસ.એસ.સી અને એચ.એસ.સી બંને પ્રવાહની પરીક્ષામાં પ્રથમ અને દ્વિતીય ક્રમે આવેલા તેજસ્વી વિદ્યાર્થીઓનું પારિભાષિક આપી ભારત વિકાસ પરિષદેે બહુમાન કર્યું .
દરમિયાન રાષ્ટ્રીય સમુહ ગાન સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને પણ નવાજવામાં આવ્યા હતા ભારત વિકાસ પરિષદનાા મંત્રી રાજેન્દ્ર ગોસ્વામી ઉપસ્થિત વિદ્યાર્થીઓને શપથ લેવડાવ્યા હતા. ભારતવિકાસ પરિષદ પ્રમુખશ્રી રોહિત દેખાઈએ ગુરુ શિષ્ય વચ્ચે ના પવિત્ર અને આદરસભર સબંધ રે રસપ્રદ રીતે વ્યક્ત કર્યો હતો.
દરમિયાન ભારત વિકાસ પરિષદના તબીબી સહાય યોજનાા અને ચક્ષુ સ્વીકાર કેન્દ્રની ઘોષણા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ખેડબ્રહ્મા કેળવણી મંડળના પ્રમુખ અશ્વિનભાઈ જાેશી આચાર્ય વિકાસભાઈ રાવલ તથા કપિલભાઈ ઉપાધ્યાય તથા ભારત વિકાસ પરિષદના પ્રમુખ રોહિતભાઈ દેસાઈ મંત્રી રાજેન્દ્ર ગોસ્વામી પ્રકલ્પના સંયોજક સુરેશભાઈ પટેલ માાલજીભાઈ દેેેસાઈ મહિલાાાા સંયોજીકા સ્મિતાબેન જાેશી પ્રતિમાબેન તથા મીનાબેન હાજર રહ્યા હતા.