Western Times News

Gujarati News

ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્મા દ્વારા ગુરુવંદના છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો

તસવીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્મા દ્વારા શહેરની મધ્યે આવેલ ચંચળબા પ્રાથમિક શાળામાં ગુરુવંદના છાત્ર અભિનંદન કાર્યક્રમ આજરોજ તારીખ ૮ ના રોજ યોજાયો શાળામાં ના વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઢંઢોળીને બહાર લાવવાનું કામ શાળાઓના વિવિધ પ્લેટફોર્મ પર થતા હોય છે.

આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ભારત વિકાસ પરિષદના બે કાર્યક્રમોમાં નૃત્ય અભિનય કરી ઉપસ્થિત લોકોને પ્રભાવિત કર્યા હતા. આ વિદ્યાર્થીઓની પ્રતિભાને નવાજવા આજે ભારત વિકાસ પરિષદ દ્વારા વિવિધ ભેટો આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના મંત્રી રાજેન્દ્ર ગોસ્વામી મનીષભાઈ કોઠારી, મીડિયા ઇન્ચાર્જ હસમુખ પંચાલ, સદસ્ય રાજુભાઈ સિંધી, આરતી બેન, મીનાબેન વિગેરે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના આચાર્ય અને પ્રકલ્પના સંયોજક શ્રી સુરેશભાઇ પટેલે કર્યું હતું


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.