ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્માનું પારિવારિક મિલન યોજાયું

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્મા નું પારિવારિક મિલન કુદરતના ખોળે આવેલ વિજયનગર ના પોળો પાસેના અંબિકા રિસોર્ટ માં તારીખ ૧૦ -૧૦- ૨૦૨૧ ને રવિવારના રોજ સવારે ૯ઃ૩૦ કલાકથી સાંજે ચાર કલાક દરમિયાન યોજાયું. આ કાર્યક્રમમાં ભાઈઓ તથા બહેનો મળી ૪૦ જેટલા સદસ્યોનો હાજર રહ્યા હતા.
સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણના ભાવ સાથે રાષ્ટ્રીય સાંસ્કૃતિક અને સામાજિક અને રચનાત્મક કાર્ય કરતી આ સંસ્થા હંમેશા નો સમય અંતરે નિયત કરાયેલ કાર્યક્રમો યોજાતા હોય છે. તે પૈકી પરિવારિક મિલનના આ કાર્યક્રમ ની શરૂઆત ગાયત્રી મંત્ર તથા વંદે માતરમ ના ગાન સાથે કરાઇ હતી.
એ પછી વ્યક્તિગત પરિચય વિધિ કરાઇ હતી. પરિચય વિધિ બાદ સૌએ પોળોમાં વિહાર કર્યો હતો એ પછી રીસોર્ટ્સ માં પરત આવી ભોજન કર્યા બાદ સંસ્થાના સદસ્ય આરતીબેને સૌને માનસિક કસરત મળે તેવી રમત રમાડી હતી. એ દરમિયાન પરિષદના પ્રમુખ રોહિત દેસાઈ,
મંત્રી રાજુ ગોસ્વામી તથા હાર્દિક સગરે વર્તમાન પરિસ્થિતિમાં કૌટુંબિક ભાવનાને કઈ રીતે બળવત્તર બનાવી શકાય તથા અખંડ રાખી શકાય તે વિષે માર્ગદર્શન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંયોજક ભરતભાઈ વાલજીભાઈ પટેલ તથા હિતેશભાઈ કે.પટેલે ખુબ સરસ રીતે કરતા કાર્યક્રમ સફળ રહ્યો હતો.*