ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્માનું નવા વર્ષનું સ્નેહમિલન યોજાયું

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) સંપર્ક સહયોગ સંસ્કાર સેવા અને સમર્પણ ના ઊંચા ભાવ સાથે ઊંચી રાષ્ટ્ર ભાવના સાથે રાષ્ટ્ર માટે રચનાત્મક તથા સમાજ માટે અદના માનવી માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે ભારતમાં કામ કરતી ભારત વિકાસ પરિષદ ની
ખેડબ્રહ્મા શાખાનું ના વર્ષનું સ્નેહમિલન ખેડબ્રહ્મા શહેરની મધ્યમાંથી પસાર થતી પવિત્ર હરણાવ નદીના કાંઠે આવેલ પંખેશ્વર મહાદેવ મંદિર ખાતે તારીખ ૪-૧૨- ૨૦૨૧ ને શનિવારના રોજ સાંજે ૬ઃ૦૦ વાગે ભગવાન મહાદેવની આરતી ના ઘંટારવ સાથે શરૂ થયુ હતું.
કાર્યક્રમની શરૂઆત વંદે માતરમના ગાનથી તથા દીપ પ્રાગટ્ય કરી કરાઈ હતી. શાખાના પ્રમુખ રોહિત દેસાઈ એ સૌને આવકારી પરિષદના પ્રમુખોની વધુ સફળ બનાવવા હિમાયત કરી હતી. હાર્દિકભાઈ સગર, ડોક્ટર પ્રભાકાન્ત ઠાકુર, પરિષદના મંત્રી રાજુભાઈ ગોસ્વામી તથા મહિલા સંયોજીકા સ્મીતાબેન જાેષી તથા દરેક પ્રકલ્પના સંયોજકોએ કે વિષયને અનુરૂપ વક્તવ્ય આપ્યા હતા.
તથા આગામી કાર્યક્રમો વિષે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કાર્યક્રમને અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન કર્યા બાદ સૌ સદસ્યોએ ફૂલગુલાબી ઠંડી વચ્ચે ભોજનનો આસ્વાદ માણ્યો હતો.*