ભારત વિકાસ પરિષદ પાલડી અને ખેડબ્રહ્મા શાખા દ્વારા કેમ્પ અને સાધન વિતરણ સેવા યજ્ઞ

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) તારીખ ૨૭-૩-૨૨ ને રવિવારના રોજ સવારે ૧૦ વાગે ભારત વિકાસ પરિષદ પાલડી અને ભારત વિકાસ વિકલાંગપરિષદ ખેડબ્રહ્મા શાખા ના સંયુક્ત ઉપક્રમે વિકલાંગ કેમ્પ અને સાધન વિતરણ સેવા યજ્ઞ માણેકનાથ મંદિર ખેડબ્રહ્મા ખાતે યોજાયો હતો.
જેમાં વિકલાંગોને ૩૦ જેટલી સાયકલો તથા ૬૦ જેટલા કૃત્રિમ હાથ-પગ વોકર બુટ ઘોડી કેલીપર વગેરેનું વિના મૂલ્ય વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમની શરૂઆત ભારતમાતાની મૂર્તિ સમક્ષ દીપપ્રાગટ્ય કરી વંદે માતરમ ગાન સાથે કરાઇ હતી એ પછી ભારત વિકાસ પરિષદ પ્રમુખ રોહિતભાઈ દેસાઇએ આવકાર પ્રવચન કર્યું હતું.
એ પછી મહેમાનો મનહરદાસજી મહારાજ, ભારત વિકાસ પરિષદ ગુજરાત પ્રાન્ત સંયોજક જયેશભાઈ સોની, પપ્પુભાઈ ચાવલા કે.ટી.ટ્રેડર્સ, વિભાગ મંત્રી નિકેશભાઈ સખેશરા, ભારત વિકાસ પરિષદ પાલડી પ્રમુખ નિલાન્ગભાઈ વોરા, વિગેરેએ ભારત વિકાસ પરિષદ ની સેવાકીય અને સંસ્કાર તથા સંસ્કૃતિ સંવર્ધનની પ્રવૃતિઓની જાણકારી આપી હતી.
આ પ્રવૃત્તિ કોઈ દાન નથી પણ ભાઈ એ ભાઈ ને કરેલી મદદ છે એમ જણાવી આ સેવાકીય પ્રવૃત્તિમાં સૌના સહયોગની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ દ્વારા ખજાનચી મનીષભાઈ કોઠારી ભરતભાઈ પટેલ હસમુખભાઈ પંચાલ, ડૉ.પ્રભાકાન્ત ઠાકુર,
રાજુભાઈ સિન્ધી, પૂર્વ પ્રમુખ જીગ્નેશભાઇ રાવલ, વિષ્ણુભાઈ પ્રજાપતિ, વિજય સિંહ રાજપૂત, ડૉ.પરેશભાઈ મહેતા, ડૉ. હર્ષદ પટેલ હાર્દિકભાઈ સાગર સ્મિતાબેન જાેશી ની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.