ભારત વિરોધી પ્રદર્શન બદલ માલદીવમાં દંડ ફટરાશે

માલે, માલદીવમાં ભારત વિરોધી પ્રદર્શન કરવા પર ભારે કિંમત ચૂકવવી પડશે. સત્તાધારી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (એમડીપી) એક એવું બિલ લઈને આવી રહી છે જે કાયદામાં ફેરવાતા જભારત વિરુદ્ધ નારેબાજી અને પ્રદર્શન અપરાધ બની જશે. અત્રે જણાવવાનું કે હાલ સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો સામે આવ્યા છે જેમાં માલદીવના લોકો ઈન્ડિયા આઉટની ટીશર્ટ પહેરીને ભારત સરકાર વિરુદ્ધ વિરોધ જતાવતા જાેવા મળ્યા છે.
એમડીપીનું માનવું છે કે આ પ્રકારના પ્રદર્શનોથી દ્વિપક્ષીય સંબંધ પ્રભાવિત થાય છે. આથી તેના પર રોક લગાવવી જાેઈએ. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ માલદીવમાં ચીન સમર્થક પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનતરફથી ભારત વિરુદ્ધ ઈન્ડિયા આઉટનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
આ પ્રકારના અભિયાનોને ગેરકાયદેસર જાહેર કરવા માટે સરકાર નવું બિલ લાવવા પર વિચાર કરી રહી છે. જેનો હેતુ એક સંતુલિત વિદેશ નીતિને અપનાવવાનો છે. જે બાકી દેશો સાથે તેના સંબંધોને મજબૂત બનાવવામાં અસરકારક સિદ્ધ થશે. નવા બિલ હેઠળ ભારત વિરોધી નારા લગાવનારાઓ પાસેથી ૨૦,૦૦૦ માલદીવિયન રૂફિયાનો દંડ વસૂલવામાં આવશે. આ સાથે જ ૬ મહિનાની જેલ કે પછી એક વર્ષ માટે નજરકેદની પણ જાેગવાઈ છે.
એમડીપીના એક નેતાએ કહ્યું કે ૮૭ સભ્યોવાળી સંસદમાં આપણી પાસે સ્પષ્ટ બહુમત છે. આથી તેનાથી કોઈ ફરક પડતો નથી કે કોણ બિલનો વિરોધ કરી રહ્યું છે. અમને લાગે છે કે આ પ્રકારે કઠોર કાયદા બનાવવાની જરૂર છે. કારણ કે અમારી અને ભારતની સુરક્ષા પરસ્પર સંકળાયેલી છે.
જાે કે આ બિલના વિરોધમાં પણ અવાજ ઉઠી રહ્યો છે. વિરોધીઓનું કહેવું છે કે આ વિરોધ લોકશાહી અધિકારોનું હનન છે. અત્રે જણાવવાનું કે જેલમાંથી છૂટ્યા બાદ અબ્દુલ્લા યામીનના ઈન્ડિયા આઉટ કેમ્પેઈનમાં તેજી જાેવા મળી છે. યામીને ભારત પર દેશના આંતરિક રાજકારણમાં હસ્તક્ષેપ અને માલદીવની હાલની સરકાર પર ભારત સાથે મિલીભગત કરવાનો આરોપ લગાવ્યો છે.
આવું પહેલીવાર નથી બન્યું કે જ્યારે માલદીવમાં ભારતીય સેના અને ભારત સરકાર વિરુદ્ધ પ્રદર્શન થયા છે. આવો જ વિરોધ વર્ષ ૨૦૧૨માં થયો હતો. ત્યારબાદ ભારતીય એરપોર્ટ ઓપરેટર જીએમઆરે તે વર્ષે માલદીવ છોડીને ભારત પાછા ફરવું પડ્યું હતું.SSS