ભારત શાંતિનો પૂજારી છે. પરંતુ શસ્ત્ર પણ ધારણ કરે છેઃ રાજનાથ

નવીદિલ્હી: જ્યારથી નવા કાશ્મીરનો પ્લાન બન્યો છે, આતંકીઓ પરેશાન થઈ ગયા છે. જ્યારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સર્વપક્ષીય બેઠક બોલાવી અને કાશ્મીરના વિકાસ માટે રોડમેપ બનાવવાની તૈયારી કરી છે પાકિસ્તાન ધૂંધવાઈ ગયું છે, આતંકીઓ ગભરાઈ ગયા છે. એક પછી એક અનેક હુમલા કરી ચૂક્યા છે. સીઆઈડી ઈન્સ્પેક્ટર ડારની હત્યા હોય કે પછી સીઆરપીએફ કાફલા પર ફાયરિંગ.. આતંકીઓના હુમલા સતત ચાલુ છે. જમ્મુમાં એરપોર્ટ પર ડ્રોન એટેક પણ આ બેચેની દર્શાવે છે અને કાલે મોડી રાતે અવંતીપુરામાં પૂર્વ એસપીઓની હત્યા પણ પાકિસ્તાનનું જ ષડયંત્ર છે.
રક્ષામંત્રી રાજનાથ સિંહ હાલ લદાખ પ્રવાસે છે અને આ દરમિયાન તેમણે પાકિસ્તાનનું નામ લીધા વગર કડક સંદેશ આપ્યો. રાજનાથ સિંહે કહ્યું કે ‘ભારત શાંતિનો પૂજારી છે. પરંતુ શસ્ત્ર પણ ધારણ કરે છે. કોઈ દેશની એક ઈંચ જમીન પણ કબ્જાવી નથી. પરંતુ જ્યારે જ્યારે કોઈએ આંખ ઉઠાવી તો અમે જડબાતોડ જવાબ આપ્યો છે. અમે ક્યારેય આંખ ઉચી કરી નથી અને કોઈની આંખ ઉચી કરવી અમે સહન પણ કરતા નથી.’
તેમણે વધુમાં કહ્યું કે પાડોશીઓને કહું છું કે શું બેસીને સમાધાન ન નીકળી શકે. જાે કોઈ આક્રમક વલણ અપનાવશે તો ભારતના સૈનિકો પણ જવાબ આપશે. હું તમારી તૈયારીઓથી સંતુષ્ટ છું. એ યાદ રહે કે અવંતીપુરામાં પૂર્વ એસપીઓની હત્યા કરી નાખવામાં આવી છે એટલે કે મોદીની બેઠકના આગલા દિવસથી જ પાકિસ્તાન અને આંતકીઓ એટલા સક્રિય થઈ ગયા કે તેઓ એક પછી એક પોતાના આધુનિક હથિયારોથી ભારતને નિશાન બનાવી રહ્યા છે.