Western Times News

Gujarati News

ભારત-શ્રીલંકા બીજી ટેસ્ટ ૧૨મીએ બેંગલુરૂમાં રમાશે

નવી દિલ્હી, ભારત અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચ ૧૨ માર્ચે બેંગલુરુમાં રમાશે. આ ટેસ્ટ ડે-નાઈટ રહેશે. ભારત માટે આ ચોથી ડે-નાઈટ ટેસ્ટ મેચ હશે. આ પહેલા રમાયેલી મેચોમાં ભારતે ૨માં જીત મેળવી છે જ્યારે એકમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે.

ભારતે તેની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચ બાંગ્લાદેશ સામે કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર રમી હતી. આ મેચમાં ભારતે બાંગ્લાદેશને એક ઇનિંગ અને ૪૬ રને હરાવ્યું હતું. આ મેચમાં કેપ્ટન વિરાટ કોહલીએ ૧૩૬ રનની ઇનિંગ રમી હતી. તે પિંક બોલ ટેસ્ટમાં સદી ફટકારનાર ભારતનો પ્રથમ બેટ્‌સમેન પણ બન્યો હતો. બીજી ડે-નાઈટ ટેસ્ટ મેચ ભારત માટે સારી રહી ન હતી અને ઓસ્ટ્રેલિયા સામેની આ મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

આ મેચમાં ભારતનો બીજાે દાવ માત્ર ૩૬ રનમાં સમેટાઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયાએ આ મેચ ૮ વિકેટે જીતી લીધી હતી. આ મેચમાં પણ ભારત તરફથી સૌથી વધુ રન કોહલીના બેટમાંથી આવ્યા હતા. તેણે પ્રથમ દાવમાં ૭૪ રન બનાવ્યા હતા. ભારતની ત્રીજી પિંક બોલ ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડ સામે હતી. આ ટેસ્ટ માત્ર ૨ દિવસમાં જ પૂરી થઈ ગઈ હતી અને ભારતે ઈંગ્લેન્ડને ૧૦ વિકેટે હરાવ્યું હતું.

આ મેચમાં ભારતે રોહિત શર્માએ ૬૬ રન બનાવ્યા હતા. આ લો સ્કોરિંગ મેચનો હીરો અક્ષર પટેલ હતો જેણે પ્રથમ દાવમાં ૬ અને બીજી ઇનિંગમાં ૫ વિકેટ ઝડપી હતી. જ્યારે ભારતીય ટીમ શ્રીલંકા સામે તેની ચોથી ડે-નાઈટ ટેસ્ટ મેચમાં ઉતરશે ત્યારે અક્ષર પટેલ ફરી એકવાર તે ટીમમાં હાજર રહેશે. તેને કુલદીપ યાદવની જગ્યાએ સામેલ કરવામાં આવ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.