Western Times News

Gujarati News

ભારત સરકારની માંગણી પર ટિ્‌વટરે ૧૩૦૦થી વધુ એકાઉન્ટ બંધ કર્યા

નવીદિલ્હી: ટિ્‌વટર અને ભારત સરકાર વચ્ચે ચાલી રહેલા ગતિરોધને સમાપ્ત કરવા માટે માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મે આખરે આઈટી મંત્રાલય દ્વારા નિર્દેશિત ઓછામાં ઓછા ૯૦થી ૯૫ ટકા એકાઉન્ટ્‌સ પર કાં તો રોક લગાવી દીધી છે અથવા તો તેને બંધ કરી દીધા છે. આઈટી મંત્રાલયે બે અલગ અલગ નોટિસ પાઠવીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ચેતવ્યું હતું અને ત્યારબાદ તેણે આ કાર્યવાહી કરી છે.
ટિ્‌વટરે જે એકાઉન્ટ્‌સ પર રોક લગાવી છે તેમાં રાજ્યસભા સદસ્ય અને સમાજવાદી પાર્ટીના નેતા સુખરામ સિંહ યાદવની સાથે સાથે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના અનેક નેતાઓ સામેલ છે. હવે ભારતમાં ટિ્‌વટરનો ઉપયોગ કરનારા યૂઝર્સ જાે સુખરામના ટિ્‌વટર એકાઉન્ટ પર જવાનો પ્રયત્ન કરે તો તેમને એક સંદેશ મળી રહ્યો છે જેમાં લખેલુ છે કે ‘કાયદાકીય માંગણીના જવાબમાં ભારતમાં સાંસદ સુખરામના એકાઉન્ટ પર રોક લગાવવામાં આવી છે.’

આ બ્લોક્ડ એકાઉન્ટ્‌સને દેશની બહારથી એક્સેસ કરી શકાય છે. આઈટી મંત્રાલય દ્વારા ખેડૂતોના વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને લગભગ ૧૪૩૫ એકાઉન્ટ્‌સ બ્લોક કરવા માટે પાઠવવામાં આવેલી નોટિસ છતાં નિર્દેશોનું પાલન ન કરવા બદલ કંપનીને ચેતવણી આપવામાં આવી હતી. મંત્રાલયે ટિ્‌વટરને સ્પષ્ટપણે કહ્યું હતું કે જાે ભારતમાં તેની કાર્યપ્રણાલી કાયદા મુજબ નહીં રહે તો તેણે દંડાત્મક કાર્યવાહીનો સામનો કરવો પડશે.

સરકારી સૂત્રોના જણાવ્યાં મુજબ ટિ્‌વટરે આઈટી મંત્રાલયના આદેશોનું પાલન કર્યું છે અને જે એકાઉન્ટ્‌સ પર શંકા વ્યક્ત કરાઈ હતી તેમના પર કાર્યવાહી કરાઈ છે. જે ખાતાઓ પર રોક લગાવવામાં અથવા તો સંપૂર્ણ રીતે બંધ કરાયા છે તેમાં આમ આદમી પાર્ટીના નેતા આનંદ સિંહ, આદિલ ખાન આઈએનસી, અંજના ઓમ મોદી, ભારતીય કિસાન યુનિયન (એક્તા) (ઉગ્રાહન) વગેરે સામેલ છે. હકીકતમાં આ એવા એકાઉન્ટ્‌સ છે જે રાજનીતિક હસ્તીઓ, મીડિયાકર્મીઓ અને અન્ય હસ્તીઓ તથા સંગઠનોના નામ પર ચાલતા હતા.

ભારતે બે અલગ અલગ નોટિસ પાઠવીને ૧૪૩૫ એકાઉન્ટ્‌સ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. વિચારાધીન એકાઉન્ટ્‌સનું વિવરણ હજુ સુધી જાહેર કરાયું નથી. ટિ્‌વટરે આ કાર્યવાહી પહેલા અને સરકાર તરફથી અપાયેલી ચેતવણી બાદ કહ્યું હતું કે તેને વિશ્વાસ નથી કે આઈટી મંત્રાલયે જે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે તે ભારતીય કાયદા મુજબ છે. કેન્દ્રીય આઈટી મંત્રી રવિશંકર પ્રસાદે ગુરવારે રાજ્યસભામાં કહ્યું કે બોલવાની સ્વતંત્રતા છે, પરંતુ કલમ ૧૯એ કહે છે કે તે યોગ્ય પ્રતિબંધોને આધીન છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.