ભારત સરકારનો મોટો નિર્ણય, હવે કોરોના વાયરસની ટેસ્ટિંગ ફ્રી
નવીદિલ્હી: ભારતમાં, નોવોલ કોરોના વાયરસનાં કેસો ૧૦૦ થી ઉપર પહોંચી ગયા છે અને બે લોકોનાં મોત નીપજ્યાં છે. દરમિયાન, આરોગ્ય મંત્રાલય દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે કોરોના વાયરસની પુષ્ટિ કરવા માટે પ્રથમ અને બીજો ટેસ્ટ સંપૂર્ણ મફત રહેશે.મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે દરેક નાગરિક માટે બે ટેસ્ટ દરમિયાન કોઈ ફી લેવામાં આવશે નહીં.
આરોગ્ય મંત્રાલયનાં વિશેષ સચિવ સંજીવ કુમારે જણાવ્યું કે, દેશમાં હાલમાં ટેસ્ટિંગની ક્ષમતા છે. તેમણે માહિતી આપી કે અત્યાર સુધીમાં માત્ર ૧૦ ટકા ક્ષમતાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા કોરોના વાયરસનાં ટેસ્ટિંગ માટે ૫૨ ટેસ્ટિંગ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલયે લોકોને સલાહ આપી છે કે જો તેઓ ઉધરસ, તાવ અથવા શ્વાસ લેવામાં તકલીફ જેવા કોરોનાનાં લક્ષણો ન જોતા હોય તો તેઓ ટેસ્ટિંગથી દૂર રહેવું જોઈએ.
તેમણે કહ્યું કે, જો લોકો કોરોના વાયરસનાં સંકેતો બતાવી રહ્યા છે અથવા જો તમે ઇટાલી અથવા ચીન જેવા રોગચાળાથી સંક્રમિત દેશોનો પ્રવાસ ઇતિહાસ રહ્યો છે, તો તેઓએ હેલ્પલાઈન નંબર ૦૧૧-૨૩૯૭૮૦૪૬ પર ફોન કરવો જોઈએ. આરોગ્ય મંત્રાલયની સલાહ મુજબ, ‘હેલ્પલાઈન નંબર સેવા દ્વારા સંપર્ક વિગતો નોંધવામાં આવશે અને તે પછી કોવિડ-૧૯ નાં પ્રોટોકોલનાં ટેસ્ટિંગ માટે સંપર્ક કરવામાં આવશે. જો તમે પ્રોટોકોલ હેઠળ ટેસ્ટિંગ માટે પાત્ર છો, તો પછી ફક્ત સરકાર દ્વારા અધિકૃત લેબમાં જ તમારી ટેસ્ટિંગ કરવામાં આવશે.