ભારત સહિત અનેક દેશોમાં પત્રકારો-નેતાઓના મોબાઇલ હેકિંગનો દાવો ખોટો છે
નવીદિલ્હી: મીડિયા સંસ્થાનોના આંતરરાષ્ટ્રીય સંગઠને ખુલાસો કર્યો છે કે માત્ર સરકારી એજન્સીઓને વેચવામાં આવતા ઈઝરાયલના જાસૂસી સોફ્ટવેરના માધ્યમથી ભારતના બે કેન્દ્રીય મંત્રીઓ, ૪૦થી વધારે પત્રકારો, વિપક્ષના ત્રણ નેતાઓ અને એક જજ સહિત મોટી સંખ્યામાં કારોબારીઓ અને અધિકાર કાર્યકર્તાઓના ૩૦૦થી વધારે મોબાઇલ નંબર હોઈ શકે છે કે હેક કરવામાં આવ્યા છે. આ રિપોર્ટ રવિવારે સામે આવ્યો છે. જાેકે સરકારે પોતાના સ્તર પર ખાસ લોકો પર નજર રાખવા સંબંધી આરોપોને ફગાવી દીધા છે. સરકારે કહ્યું છે કે- કોઈ નક્કર આધાર નથી કે તેના સાથે જાેડાયેલું સત્ય નથી.
સરકારે મીડિયા રિપોર્ટોને ફગાવી દેતા કહ્યું કે, ભારત એક મજબૂત લોકતંત્ર છે અને તે પોતાના તમામ નાગરિકોના અંગત અધિકારને મૌલિક અધિકાર તરીકે સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. સાથોસાથ સરકારે તપાસકર્તા, અભિયોજક અને જ્યૂરીની ભૂમિકાના પ્રયાસ
સંબંધી મીડિયા રિપોર્ટને ફગાવી દીધો છે.
રિપોર્ટને ભારતના ન્યૂઝ પોર્ટલ ધ વાયરની સાથોસાથ વોશિંગટન પોસ્ટ, ધ ગાર્ડિયન અને લે મોંડે સહિત ૧૬ અન્ય આંતરરાષ્ટ્રીય પ્રકાશકોએ પેરિસના મીડયા બિન-લાભકારી સંગઠન ફોરબિડન સ્ટોરીઝ અને રાઇટ્સ ગ્રુપ એમનેસ્ટી ઇન્ટરનેશનલ દ્વારા કરવામાં આવેલી એક તપાસ માટે મીડિયા પાર્ટનરના રૂપમાં પ્રકાશિત કરી છે. આ તપાસ દુનિયાભરથી ૫૦,૦૦૦થી વધુ ફોન નંબરોના લીક થવાની યાદી પર આધારિત છે અને માનવામાં આવી રહ્યું છે કે ઈઝરાયલની કંપની એનએસઓ ગ્રુપના પેગાસસ સોફ્ટવેરના માધ્યમથી સંભવિત આ હેકિંગ કરવામાં આવ્યું છે.
ધ વાયરે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે મીડિયા તપાસ પરિયોજનાના હિસ્સાના રૂપમાં કરવામાં આવેલા ફોરેન્સિક પરીક્ષણોમાં ૩૭ ફોનને પેગાસસ જાસૂસી સોફ્ટવેર દ્વારા નિશાન બનાવવાના સ્પષ્ટ સંકેત મળ્યા છે, જેમાંથી ૧૦ ભારતીય છે. ધ વાયરે કહ્યું કે, આ આંકડાઓમાં ભારતના જે નંબર છે તેમાં ૪૦થી વધારે પત્રકાર, ત્રણ પ્રમુખ વિપક્ષી હસ્તીઓ, એક બંધારણીય અધિકારી, નરેન્દ્ર મોદી સરકારના બે મંત્રી, સુરક્ષા સંગઠનોના વર્તમાન અને પૂર્વ પ્રમુખ અને અધિકારી, એક જજ અને અનેક કારોબારીઓન નંબર સામેલ છે.
સરકારે રિપોર્ટનો જવાબ આપતા મીડિયા સંગઠનોને આપેલા પોતાના જવાબનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ભારત દ્વારા વોટ્સએપ પર પેગાસસના ઉપયોગ સંબંધમાં આ પ્રકારના દાવા ભૂતકાળમાં પણ કરવામાં આવ્યા હતા અને આ રિપોર્ટનો પણ તથ્યાત્મક આધાર નથી અને સુપ્રીમ કોર્ટમાં વોટ્સએપ સહિત તમામ પક્ષોએ તેનો ઇન્કાર કર્યો હતો.
સરકારે કહ્યું કે, એક સ્થાપિત પ્રક્રિયા છે જેના માધ્યમથી રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને લઈ ઇલેક્ટ્રોનિક સંવાદને કેન્દ્ર કે રાજ્યોની એજન્સીઓ દ્વારા કાયદાકીય રીતે પ્રાપ્ત કરી શકાય છે અને આ પ્રક્રિયા સુનિશ્ચિત કરે છે કે કોઈ પણ કોમ્પ્યૂટર સંસાધનથી સૂચનાને પ્રાપ્ત કરવા, તેની પર નજર રાખવા નિયત કાયદાકીય પ્રક્રિય હેઠળ થાય.